ચેમ્પિયન્સ લીગમાં આ ટીમોનો હંમેશા રહ્યો છે દબદબો
ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂંક સમયની અંદર રમાનારી છે, વિવિધ દેશોની ટીમે કે જે આ લીગ મેચમાં ભાગ લઇ રહી છે, તેમણે પોતાની તૈયારીઓ આદરી છે. છેલ્લા પાંચ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પ્રકારની મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને શ્રીલંકા જેવા દેશોની ટીમો ભાગ લે છે. આ વખતે 27 જેવી ટીમ ભાગ લેનારી છે.
ઇતિહાસમાં નજર ફેરવવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સ સૌથી સફળ ટીમ ગણાય છે, કારણ કે આ ટીમે બે વખત ટૂર્નામેન્ટ જીતી છે, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ, ન્યુ સાઉથ વેલ્સ, સિડની સિક્સરે એક-એકવાર ટૂર્નામેન્ટ જીતી છે. પરંતુ જ્યારે વિનિંગ મેચો અંગે વાત કરવામાં આવે તો ત્રિનિદાદ એન્ડ ટોબેકો યાદીમાં સૌથી ઉપર આવે છે, તેણે 16માંથી 11 મેચોમાં વિજય હાંસલ કર્યો છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે ચેમ્પિયન્સ લીગમાં કઇ ટીમ મેચો જીતવામાં સૌથી સફળ રહી છે.
આ પણ વાંચોઃ-મેદાનમાં મસ્તીએ ચઢ્યા ‘નટખટ' યુવી અને ‘સ્પીડ કિંગ' બોલ્ટ
આ પણ વાંચોઃ-રહાણે-ધવન ચમક્યાઃ જાણો કઇ છે ભારતની બેસ્ટ ઓપનિંગ ભાગીદારી
આ પણ વાંચોઃ-કોણે ભણાવ્યો પાઠ? શિખર ધવને જણાવ્યું રહસ્ય

ત્રિનિદાદ એન્ડ ટોબેકો
મેચોની સંખ્યાઃ- 16
કેટલી મેચોમાં વિજયઃ- 11

ચેન્નાઇ સુપર કિંગ્સ
મેચોની સંખ્યાઃ- 19
કેટલી મેચોમાં વિજયઃ- 11

મુંબઇ ઇન્ડિયન્સ
મેચોની સંખ્યાઃ- 20
કેટલી મેચોમાં વિજયઃ- 11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
મેચોની સંખ્યાઃ- 15
કેટલી મેચોમાં વિજયઃ- 07

સિડની સિક્સર
મેચોની સંખ્યાઃ- 06
કેટલી મેચોમાં વિજયઃ- 06

શેવરોલે વોરિઅર્સ
મેચોની સંખ્યાઃ- 10
કેટલી મેચોમાં વિજયઃ-06

હાઇવેલ્ડ લાયન્સ
મેચોની સંખ્યાઃ- 14
કેટલી મેચોમાં વિજયઃ- 06

રાજસ્થાન રોયલ્સ
મેચોની સંખ્યાઃ- 06
કેટલી મેચોમાં વિજયઃ- 05

ન્યુ સાઉથ વેલ્સ
મેચોની સંખ્યાઃ- 09
કેટલી મેચોમાં વિજયઃ- 05

સાઉથર્ન રેડબેક્સ
મેચોની સંખ્યાઃ- 09
કેટલી મેચોમાં વિજયઃ- 05