• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતની 5 દિકરીઓ, જેમણે 2016માં દેશનું ગૌરવ વધાર્યું

By Shachi
|

ફિલ્મ દંગલમાં આમિર ખાનનો એક ડાયલોગ છે, 'મ્હારી છોરીયાં છોરો સે કમ હે કે..', આ ડાયલોગ સાંભળી એ ક્ષણો યાદ આવી જાય છે જ્યારે વર્ષ 2016માં ભારતની દિકરીઓએ મેડલ જીતી આફણા દેશનું ગૌરવ વધાર્યું. આ વર્ષે ભારત દ્વારા પહેલીવાર રિયો ઓલમ્પિકમાં 50 મહિલાઓનું સૌથી મોટું દળ મોકલવામાં આવ્યું હતું. એક બાજુ જ્યાં ભારતીય પુરૂષ એથલિટ્સ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યાં, ત્યાં બીજી બાજુ ભારતની બહાદુર દિકરીઓએ મેડલ જીતી વિદેશી ધરતી પર ત્રિરંગાના રંગો વેર્યાં. આવો જાણીએ એ પાંચ દિકરીઓ અંગે, જેમણે આ વર્ષે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું.

સાક્ષી મલિક

સાક્ષી મલિક

સાક્ષી મલિક.. 18 ઓગસ્ટ, 2016 પહેલાં આ નામ કોઇને ખબર પણ નહોતું, પરંતુ રિયો ઓલમ્પિકમાં જ્યારે ભારતની મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું ત્યારે, ભારતની આ 23 વર્ષની દિકરીએ બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું. સાક્ષીનું મેડલ એ ભારતની રિયો ઓલમ્પિકમાં પહેલી જીત હતી. રિયો ઓલમ્પિકમાં 58 કિલોગ્રામ ભારવર્ગની ફ્રી-સ્ટાયલ કુસ્તીમાં સાક્ષી મલિકે કિર્ગિસ્તાનની એસુલૂ તિનિવેકોવાને 8-5થી હરાવી ભારતની જીત પાકી કરી. સાક્ષીએ આ મેડલ જીતવા માટે રેપચેઝ સ્પર્ધાના 2 રાઉન્ડ જીતવાના હતા, જેમાં તે સફળ રહી. સાક્ષીના પિતા સુખબીર મલિક ડીટીસીમાં પસ કંડક્ટર છે અને માતા સુદેશ મલિક રોહતકમાં આંગણવાડી સુપરવાઇઝર છે.

પીવી સિંધૂ

પીવી સિંધૂ

સાક્ષી મલિક બાદ ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂએ રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતી બીજું મેડલ ભારતના નામે કર્યું. 120ના ઓલમ્પિક ઇતિહાસમાં પીવી સિંધૂ ભારત માટે સિલ્વર મેડલ જીતનાર પહેલી મહિલા એથલિટ છે. દેશને તેમની પાસેથી ગોલ્ડની આશા હતી, પરંતુ જ્યારે તેમણે સિલ્વર મેડલ જીત્યું તો સંપૂર્ણ દેશે ગર્વની લાગણી અનુભવી. લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ગોલ્ડ ભલે ગમે તે લઇ જાય, પીવી સિંધૂ જ અમારા માટે ખરું સોનું છે. આટલેથી પીવી સિંધૂની વિજયગાથા અટકી નહીં. સિલ્વર મેડલ જીત્યા પછી પણ સિંધૂએ ચાઇના ઓપન સુપર સિરિઝમાં વિજય મેળવ્યો. સિંધૂએ ચીનની સુન યૂ ને 21-11, 17-21, 21-11 થી હરાવી.

દીપા મલિક

દીપા મલિક

સપ્ટેમ્બર 2016માં યોજાયેલા રિયો પેરાલમ્પિકમાં ભારતની દીપા મલિકે સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો. તેમણે ગોળા ફેંક એફ-53 હરીફાઇમાં આ મેડલ જીત્યું. પેરાલ્મપિકમાં આ ભારતનું પહેલું મેડલ છે, જે જીતી દીપાએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીપાને નાનપણમાં સ્પાઇનલ કૉર્ડમાં ટ્યૂમર થયું હતું, જેના કારણે તેમનો કમર નીચેનો આખો ભાગ લકવાગ્રસ્ત છે. આ કારણે તે ચાલી નથી શકતા, એવામાં ગોળા ફેંકની હરીફાઇમાં ઓલમ્પિકમાં મેડલ જીતી તેમણે અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી છે. દીપા માત્ર ગોળા ફેંક જ નહીં, પરંતુ ભાલા ફેંક અને સ્વિમિંગની હરીફાઇમાં પણ ભાગ લઇ ચૂકી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે. દીપાએ ભાલા ફેંકમાં એશિયામાં રેકોર્ડ બનાવ્યો છે તો સાથે જ ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં પણ મેડલ મેળવ્યું છે. દીપા મલિક બે બાળકોના માતા છે.

દીપા કર્માકર

દીપા કર્માકર

22 વર્ષની દીપા કર્માકર રિયો ઓલમ્પિકમાં મેડલ તો ન જીતી શકી, પરંતુ આ જિમનાસ્ટે જિમ્નાસ્ટિકના ફાઇનલમાં પહોંચી ઇતિહાસ બનાવ્યો. ઓલમ્પિક્સમાં 52 વર્ષ બાદ પહેલી વાર કોઇ ભારતીય મહિલા એથલિટ જિમ્નાસ્ટિકના ફાઇનલ સુધી પહોંચી શકી. દીપા માત્ર થોડા જ સ્કોરથી પાછળ પડી, નહીં તો તેણે ભારતના નામે બીજું એક બ્રોન્ઝ મેડલ કર્યું હોત. દીપાની ઓલમ્પિક સુધીની યાત્રા સહેલી નહોતી, દીપા અતિ સાધારણ પરિવારની છે અને તેણે જ્યારે પહેલી વાર કોઇ જિમ્નાસ્ટિકની સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે તેની પાસે જૂતા પણ નહોતા. દીપા માટે જિમનાસ્ટ બનવું સરળ નહોતું, કારણ કે તેના પગના તળિયાં બિલકુલ સપાટ છે, જે એક જિમનાસ્ટ માટે સારી વાત ન ગણાય. સતત પરિશ્રમ અને મજબૂત મનોબળના આધારે દીપાએ આ બાધાને પાર કરવામાં સફળતા મેળવી.

અદિતિ અશોક

અદિતિ અશોક

રિયો ઓલમ્પિકમાં ભારતનું સન્માન વધારનાર દિકરીઓમાં એક નામ છે યુવા ગોલ્ફર અદિતિ અશોકનું. રિયો ઓલમ્પિકમાં મેડલ મેળવવામાં તે ભલે અસફળ રહી હોય, પરંતુ પોતાની શાનદાર રમતથી તેણે સૌને પ્રભાવિત ચોક્કસ કર્યા હતા. રિયો ઓલમ્પિક સમયે 18 વર્ષની અદિતિને ગોલ્ફર બન્યાને હજુ 6 મહિના જ થયા હતા. હાલમાં જ અદિતિએ ઇન્ડિય ઓપનનો ખિતાબ પોતાને નામ કર્યો છે. સાથે જ અદિતિ લેડીઝ યૂરોપીય ટૂર જીતનારી પહેલી ભારતીય મહિલા ગોલ્ફર છે, આ ટૂર્નામેન્ટને લેડીઝ ટૂરોપિય ટૂર અને ભારતીય મહિલા ગોલ્ફ સંઘ તરફથી સંયુક્ત માન્યતા મળેલી છે. આ ટૂર્નામેન્ટમાં દુનિયાભરના 114 પ્રોફેશનલ પ્લેયર્સે ભાગ લીધો હતો.

English summary
When Indian male athletes missed the medals, five women athletes made India proud in year 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more