વિરાટ-અનુષ્કાની લવ સ્ટોરીમાં ફ્લાઈંગ કિસનો મોટો ફાળો છે, જાણો કેવી રીતે?
ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈએ લઈ જનારો વિરાટ કોહલી આજે તેના લગ્નની છઠ્ઠી એનિવર્સરી મનાવી રહ્યો છે. અનુષ્કા અને વિરાટની જોડી આજે દુનિયાભરમાં પરફેક્ટ કપલમાં ગણાય છે.
વિરુષ્કાના હુલામણા નામથી જાણીતું આ કપલ આમ તો અલગ-અલગ બેકગ્રાઉન્ડ, વિચારધારા અને ક્ષેત્રમાંથી છે પરંતુ કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે. આ વાત આ જોડી સાબિત કરે છે.

શેમ્પૂની એડથી શરૂ થયેલી લવ સ્ટોરી ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈને આજે ક્રિકેટ અને દુનિયાની સફળ લવ સ્ટોરીમાં સામેલ થઈ છે. ક્યારેક બ્રેકઅપના સમાચાર પણ આવ્યા અને વિરાટ કોહલીના ખરાબ ફોર્મ માટે અનુષ્કા શર્માને નિશાન બનાવી તેમ છત્તા બંને સાત વર્ષ સુધી સાથે રહ્યા અને એકબીજા સાથે લગ્ન કર્યા.
દરેક લવ સ્ટોરીમાં પ્રેમ, ઝઘડો અને ઈર્ષ્યાની વાતો હોય છે, પરંતુ આ લવસ્ટોરીમાં એક ખાસ વાત છે અને તે છે ફ્લાઈંગ કિસ. ફ્લાઈંગ કિસ આ લવ સ્ટોરીને ખાસ બનાવે છે.
પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો હોય કે ટ્રોલ્સને મુહતોડ જવાબ આપવાનો હોય, કોહલીએ ભરચક મેદાનમાં અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપીને તમામને ધણી વખત જવાબ આપ્યો છે.
2014માં એક મેચમાં સદી પૂરી કર્યા બાદ વિરાટે મેદાનમાં બધા સામે અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી હતી, ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલી અનુષ્કા શરમથી લાલ થઈ ગઈ હતી, આ પહેલી વાર હતું જ્યારે વિરાટે લાખો લોકો સામે પોતાના પ્રેમને ખુલ્લો મુક્યો હતો.
આ પછી, ઘણી વખત જ્યારે પણ તેણે મેદાન પર સારું પ્રદર્શન કર્યું ત્યારે તેણે ફ્લાઈંગ કિસ દ્વારા અનુષ્કા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
જેમણે વર્લ્ડ કપ 2023 ની મેચ જોઈ છે તેમને યાદ હશે કે જ્યારે વિરાટ કોહલીએ ODI મેચોમાં પોતાની અડધી સદી પૂરી કરી અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો ત્યારે તેણે અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
આ વખતે અનુષ્કાએ પણ તેના પતિને ફ્લાઈંગ કિસ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, તેથી કહી શકાય કે ક્રિકેટ-બોલિવૂડની આ સુંદર લવસ્ટોરીમાં ફ્લાઈંગ કિસની મહત્વની ભૂમિકા છે.
જણાવી દઈએ કે, થોડા સમય પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં વિરાટે ખુલ્લેઆમ અનુષ્કાના વખાણ કર્યા અને કહ્યું કે અનુષ્કાના જીવનમાં આવ્યા પછી મારામાં ઘણા બદલાવ આવ્યા છે, હું એકદમ સંતુલિત બની ગયો છું. તે ધાર્મિક સ્વભાવની છે, હવે હું પહેલા કરતાં શાંત થઈ ગયો છું. અનુષ્કા અને વામિકા મારી તાકાત છે, હવે હું મારી જાતને તેમના વિના જોઈ શકતો નથી.
જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં થયા હતા. આ પાવર કપલ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફરીથી મમ્મી-પપ્પા બનવા જઈ રહ્યા છે. હાલ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.












Click it and Unblock the Notifications
