પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સલમાન બટે સ્પોટ ફિક્સિંગની કબૂલાત કરી

સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર પૂર્વ કેપ્ટને જણાવ્યું છે કે તેમણે ક્રિકેટ પ્રેમીઓનું દિલ દુ:ખાવ્યું છે અને આ અંગે તેના અંગે તે શર્મિંદા છે. લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સલમાન બટે જણાવ્યું કે "હું આજે તમામ પાકિસ્તાનીઓ અને સમગ્ર દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ પાસે પોતાની ભૂલની માફી માંગુ છું."
28 વર્ષના સલમાન બટની સાથે 21 વર્ષના મોહમ્મદ આમિર અને 30 વર્ષના મોહમ્મદ આસિફને 2010માં ઇંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ મેચ દરમિયાન જાણી જોઇને નો બોલ કરાવવા બદલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
આ કેસમાં અદાલતે સલમાન બટને અઢી વર્ષ, મોહમ્મદ આસિફને એક વર્ષ અને મોહમ્મદ આમિરને છ મહિનાની સજા સંભળાની હતી. પોતાની ભૂલનો સ્વીકાર કરતા સમયે સલમાન બટે જણાવ્યું કે ક્રિકેટરોએ સ્પોટ ફિક્સિંગથી દૂર રહેવું જોઇએ, જેથી તેમને કારકિર્દી દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો ના પડો.












Click it and Unblock the Notifications
