સચિન વગર ભારતીય ક્રિકેટ દરિદ્રઃ પાક મીડિયા
બેંગ્લોર, 14 ઓક્ટોબરઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે નિવૃત્તિના સમાચાર માત્ર ભારતમાં જ ચર્ચામાં નથી પરંતુ આંતરરાષ્ટ્રિય મીડિયામાં પણ તેની અસર જોવા મળી છે. પાડોસી દેશ પાકિસ્તાનમાં પણ સચિન તેંડુલકરની નિવૃત્તિના સમાચારને ગંભીરતાપુર્વક વાંચવામાં આવી રહ્યાં છે. ઉર્દુ સમાચારપત્રોમાં તો નહીં પરંતુ અંગ્રેજી સમાચારપત્રોમાં સચિનને લઇને ઘણું બધુ લખવામાં આવી રહ્યુ છે.
કેટલાક સમચારપત્રોએ તો ત્યાં સુધી કહીં દીધુ કે સચિન વગર ભારતીય ક્રિકેટ દરિદ્ર થઇ જશે, કારણ કે સચિન તેંડુલકર માત્ર ક્રિકેટના ખેલાડી જ નહોતા પરંતુ એક બ્રાન્ડનું નામ છે. તેના જવાથી ક્રિકેટના એક યુગનો અંત થશે જે છેલ્લા 24 વર્ષથી ચાલી રહ્યો હતો.
બીસીસીઆઇએ શુક્રવારે સ્પષ્ટ કરી દીધું છે કે ક્રિકેટ જગતમાંથી સચિનની વિદાય મુંબઇમાં થશે કારણ કે, તે પોતના મેદાન પર 200મી ટેસ્ટ રમીને નિવૃત્તિ લેશે. કોલકતા અને મુંબઇને આ ટેસ્ટ મેચની મેજબાની મળે તેવી સંભાવના હતી પરંતુ સચિને પોતાની 200મી અને અંતિમ ટેસ્ટ મુંબઇમાં રમવાનો અનુરોધ બીસીસીઆઇ સમક્ષ કર્યો હતો, જેનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે.