For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌતમ ગંભીરે જીતનો શ્રેય બોલરોને આપ્યો

|
Google Oneindia Gujarati News

kkr
કોલકાતા, 4 એપ્રિલ: આઇપીએલ-5ની વિજેતા ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે બુધવારે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ ગયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનના પહેલા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 6 વિકેટથી ધૂળ ચટાડી વિજયી પ્રારંભ કર્યો. ગંભીરે મેચ જીત્યા બાદ જણાવ્યું કે 'જીતની સાથે ટૂર્નામેન્ટની શરૂઆત હંમેશા ખુશી આપે છે. બે વર્ષ બાદ અમે જીતની સાથે શરૂઆત કરી રહ્યા છીએ. અમે પોઇન્ટ માટેના પ્રયત્નોની સ્થિતિમાં જવા નથી માંગતા. હું મારી ટીમના પ્રદર્શનથી ખુશ છું.'

કોલલાતા નાઇટ રાઇડર્સને ડેરડેવિલ્સ આપેલા 129 રનોના લક્ષ્યને 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર કરી મેચ જીતી લીધી. કેકેઆરે ડેરડેવિલ્સને છ વિકેટથી હરાવીને ખિતાબ બચાવવાની ઝુંબેશની સફળ શરૂઆત કરી. ગયા વર્ષે ગંભીરની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવીને પહેલીવાર ખિતાબ જીત્યો હતો.

ગંભીરે જણાવ્યું કે 'હું આ જીતનો શ્રેય બોલરોને આપવા માંગીશ, સુનીલ નરેનના નેતૃત્વમાં બોલરોએ મહેમાન ટીમને ઓછા સ્કોરમાં અટકાવી દીધું. જેના કારણે બેટ્સમેનોનું કામ હળવું બની ગયું.'

નરેને આ મેચમાં 13 રન આપીને ચાર વિકેટ લઇને મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો. નરેન આઇપીએલની 5મી સિઝનમાં 24 વિકેટોની સાથે ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

English summary
Gautam Gambhir gave victory credit to bowler.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X