કોણ છે 24 વર્ષીય કાર્તિકેયન મુરલી, જેણે દુનિયાના નંબર વન ચેસ પ્લેયર મેગ્નસ કાર્લસનને હરાવ્યો
Grandmaster Karthikeyan Murali: 24 વર્ષીય ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર કાર્તિકેયન મુરલીએ ગુરુવારે વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસન હરાવી દીધો. આ સાથે તેને ક્લાસિકલ ચેસ ફોર્મેટમાં હરાવનાર અનુભવી વિશ્વનાથન આનંદ પછી બીજો ભારતીય બની ગયો.
કાર્તિકેયને કતાર માસ્ટર્સ 2023ના 7મા રાઉન્ડમાં બ્લેક પીસ સાથે મેગ્નસ સામે શક્તિશાળી જીત હાંસલ કરી. મુરલીની જીત કતારમાં ટૂર્નામેન્ટના સાતમા રાઉન્ડમાં આવી હતી, જ્યાં તેણે બ્લેક પીસનો ઉપયોગ કરીને જીત મેળવી હતી.

આ જીત સાથે, તે એસએલ નારાયણ, જાવોખિર સિંદરેવ, ડેવિડ પરવ્યાન, અર્જુન એરિગેસી અને નોદિરકાબ યાકુબોવ જેવા અગ્રણી ખેલાડીઓની હરોળમાં જોડાઈ ગયો છે. આ ખેલાડીઓએ 7 માંથી 5.5નો નોંધપાત્ર સ્કોર હાંસલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, કાર્લસનને ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંધાએ પણ હરાવ્યો છે, પરંતુ આ જીત ક્લાસિકલ ચેસમાં નથી.
તમને જણાવી દઈએ કે તમિલનાડુના તંજાવુરમાં જન્મેલા મુરલીએ માત્ર 5 વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી. વર્ષ 2015માં આ તેને ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મળ્યો હતો. તે બે વખત નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. મુરલી માત્ર 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટર બની ગયો હતો. તેણે વર્ષ 2011માં અંડર-12 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. વર્ષ 2013માં તેણે અંડર-16 વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ પણ જીતી હતી.
અભ્યાસની વાત કરીએ તો કાર્તિકેયન મુરલીએ ધોરણ 10માં 93 ટકા માર્ક્સ મેળવ્યા હતા. આ પછી તેણે ધોરણ 12માં 95 ટકા માર્ક્સ મેળવ્યા. 2014માં તેણે હંગેરીમાં રમાયેલી અંડર-16 ઓલિમ્પિયાડમાં ગોલ્ડ જીત્યો હતો. જાન્યુઆરી 2019માં, મુરલી જીબ્રાલ્ટર માસ્ટર્સ ઓપન ટુર્નામેન્ટમાં 250થી વધુ ખેલાડીઓમાં બીજા સ્થાને રહ્યો. તેણે જૂન 2019માં, એશિયન ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન મેળવ્યું હતુ.












Click it and Unblock the Notifications
