For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GT vs RCB: કરો યા મરો મુકાબલામાં RCB ટોસ હાર્યુ, ગુજરાતની પ્રથમ બેટિંગ!

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 67મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવા માટે છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી ; ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 67મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવા માટે છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરી રહી છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફમાં ક્વોલિફાય કરી ચૂકી છે અને 20 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે, લખનૌ સુપરજાયન્ટ્સ સાથે પ્રથમ ક્વોલિફાયર રમવાનું નક્કી છે. જો કે, બાકીના બે સ્થાનો માટે 16 પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને RCBની ટીમ વચ્ચે મુકાબલો થઈ શકે છે.

GT vs RCB

આવી સ્થિતિમાં પ્લેઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે 14 પોઈન્ટ પર રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને આ મેચ દરેક કિંમતે જીતવી જરૂરી છે, જો આમ નહીં થાય તો રાજસ્થાન પ્લેઓફમા જનારી ત્રીજી ટીમ બની જશે અને આરસીબી બહાર થઈ જશે. આરસીબીની ટીમને આ મેચમાં માત્ર જીત જ નહીં પરંતુ મોટી જીતની જરૂર છે, કારણ કે તે 14 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને હોવા છતાં નેટ રન રેટના મામલે બીજા નંબરની સૌથી ખરાબ ટીમ છે.

RCB ટીમે ગુજરાત સામેની મોટી જીત બાદ પ્રાર્થના કરવી પડશે કે દિલ્હી કેપિટલ્સની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ હારી જાય, નહીં તો તે પ્લેઓફમાં પહોંચી શકશે નહીં. આરસીબીની ટીમે સિઝનની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તેમનું પ્રદર્શન બગડ્યુ છે અને તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

English summary
GT vs RCB: RCB toss lost, Gujarat's first batting!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X