...તો ફિલ્મોમાં હાથ અજમાવશે ભજ્જી

ખરાબ ફોર્મના કારણે ભારતીય ટીમ બહાર ચાલી રહેલા ભજ્જીએ કહ્યું કે હું હજુ ચાર-પાંચ વર્ષ અને ક્રિકેટ રમવા ઇચ્છું છું. આ કારણે હાલ ફિલ્મો અંગે વિચારી રહ્યો નથી, પરંતુ પંજાબી ફિલ્મોનું નિર્દેશન જરૂર કરવા માંગે છે. ભજ્જીએ કહ્યું કે તે પોતાની ક્રિકેટ એકેડમીને પણ વિસ્તાર આપવાની યોજના બનાવી રહ્યાં છે અને તે અંતર્ગત તે મુંબઇ જેવા મહાનગરોને પણ આ સૂચીમાં સામેલ કરવા માંગે છે.
તેણે કહ્યું કે હું એક ક્રિકેટ એકડમી ચલાવી રહ્યો છું. તે ઘણો સફળ છે અને હવે મારી યોજના મુંબઇ જેવા મોટા શહેરોમાં પોતાની એકેડમીને વિસ્તાર આપવાની છે. હું ટૂંક સમયમાં મારી એકેડમીની શાખા ખોલવા જઇ રહ્યો છું.












Click it and Unblock the Notifications
