100 ટેસ્ટની ક્લબમાં સામેલ થવા આતુર છે સેહવાગ

તેમણે કહ્યું કે, મારું પહેલું સ્વપ્ન દેશ તરફથી રમવાનું હતું, ત્યાર બાદ હું 100મી ટેસ્ટ રમવાનું સ્વપ્ન જોવા લાગ્યો. મને ખુશી છે કે આ ક્ષણ બહુ જલદી આવશે, આ એક મોટું સન્માન છે. ભારત તરફથી અત્યારસુધી આઠ ખેલાડીઓ 100 કરતા વધારે ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન સેહવાગ ઉપરાંત હરભજન સિંહ પણ આ ક્લમમાં સામેલ થઇ શકે છે. હરભજન અત્યાર સુધી 98 ટેસ્ટ રમી ચૂક્યો છે. સેહવાગે કહ્યું કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રેણીનો તે આતુરતાથી રાહ જોઇ રહ્યો છે, પરંતુ તે તેને બદલાની ભાવનાવાળી શ્રેણી નથી માનતો. તેણે કહ્યું કે અમારા માટે મહત્વપૂર્ણ છે સારી ક્રિકેટ રમવી. બદલો લેવા જેવી વાતો મીડિયા કરે છે. અમારા માટે હરાવવું મહત્વપૂર્ણ છે.
34 વર્ષીય સેહવાગે કહ્યું કે ઇંગ્લેન્ડની ટીમ સારી છે પરંતુ અમે તેના માટે સારી તૈયારી કરી છે. અમારી નવ નવેમ્બરથી ત્રણ દિવસની શિબિર થવાની છે, જેમાં અમે રણનીતિ તૈયાર કરીશું. અમે આ શ્રેણીનો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. આ શ્રેણી અમારી માટે જ નહીં પરંતુ ઇંગ્લેન્ડ માટે પણ પડકારરૂપ રહેશે.












Click it and Unblock the Notifications
