For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-6: હૈદરાબાદે સુપર ઓવરમાં બેંગલોરને આપી માત

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 8 એપ્રિલ: આઇપીએલ-6માં પહેલી વખત સુપર ઓવરમાં પહોંચેલા મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને માત આપી દીધી. સુપર ઓવરમાં હૈદરાબાદે 20 રન બનાવ્યા જ્યારે આરસીબી 15 રન બનાવી શકી. આ પહેલા રોયલ ચેલેન્જર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરતા 8 વિકેટ પર 130 રન બનાવ્યા. કપ્તાન વિરાટ કોહલીએ 46 અને મોએસિસ હેનરિક્સે 44 રનનો ફાળો આપ્યો.

hyderbad team
બેંગલોરની શરૂઆત ખરાબ રહી અને કપ્તાન કોહલી હેનરિક્સ ઉપરાંત કોઇ પણ બેટ્સમેન બેવડા આંકડાઓને પાર કરી શક્યા નહીં. કોહલીએ 44 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો, જ્યારે હેનરિક્સે 40 બોલોનો સામનો કરતા પાંચ ચોગ્ગા લગાવ્યા. ડેન ક્રિસ્ટિયનના સ્થાન પર હેનરિક્સને આ મેચમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ક્રિસ ગેલ માત્ર એક રન બનાવી આઉટ થઇ ગયો. ગેલને સ્પિનર હુનુમા વિહારીએ વિકેટની પાછળ પાર્થિવ પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો. 22 રનો કૂલ યોગ પર તિલકરત્ને દિલશાન 6ને ઇશાંત શર્માએ ક્લિન બોલ્ડ કરી દીધો. બેંગલોરને કરૂણ નાયર (9)ના રૂપમાં 42 રનોના કુલ યોગ પર ત્રીજો ઝટકો મળ્યો.

ઇશાંત શર્માના નેજા હેઠળ સનરાઇજર્સ હૈદરાબાદના બોલરોઓએ બેંગલોરના બેટ્સમેનોને ટકવા દીધા નહીં. આ રીતે બેંગ્લોરે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 130 રનોનો સ્કોર ખડો કર્યો. હૈદરાબાદ તરફથી શર્માએ શાનદાર બોલીંગ કરતા 27 રન આપીને બેંગ્લોરના ત્રણ બેટ્સમેનોને પેવેલિયનભેગા કર્યા. આ ઉપરાંત અમિત મિશ્રાએ પણ પોતાની બોલિંગ દ્વારા 15 રન આપીને એક વિકેટ ઝડપી.

English summary
Sunrisers Hyderabad pulled off a nail-biting win over Royal Challengers Bangalore via the Super Over in their Indian Premier League (IPL 6) match here on Sunday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X