For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વનડે ક્રિકેટના ઇતિહાસના ટોપ પાંચ અપસેટ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ક્રિકેટમાં ઘણી એવી ઘટનાઓ છે જે ઇતિહાસમાં અમર થઇ ગઇ છે. કેટલાક એવા રેકોર્ડ છે જે બન્યા પછી તેને તોડવા મુશ્કેલ બની ગયા છે. તો કેટલાક નવા રેકોર્ડો બન્યા છે, જે ઇતિહાસમાં પોતાને અંકિત કરાવવામાં સફળ થયા છે. વાત ટીમના પ્રદર્શનની કરવામાં આવે તો ક્યારેક ભારતીય ક્રિકેટ ટીમની ગણના એક એવરેજ અને સાધારણ ટીમ તરીકે કરવામાં આવતી હતી, પરંતુ આજે એ જ ટીમ ઇન્ડિયા વિશ્વની નંબર વન વનડે ટીમ બનેલી છે, જેણે બે વખત વિશ્વકપ જીત્યો છે.

ભારતે 1983ના વિશ્વકપ દરમિયાન ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને અપસેટ સર્જી વિશ્વ ક્રિકેટને પોતાનો પરચો આપ્યો હતો. આવી અનેક મેચો છે, જેમાં ક્યારેક ઝિમ્બાવ્વે તો ક્યારેક બાંગ્લાદેશ તો ક્યારેક કેન્યા જેવી દેશે મેચ જીતીને અપસેટ સર્જ્યા છે. આજે અમે એવી જ પાંચ યાદગાર અપસેટ્સ અંગે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ.

આ પણ વાંચોઃ- આ ક્રિકેટર્સની કિસ્મતમાં આવી છે સૌથી વધુ હાર
આ પણ વાંચોઃ- અનોખો રેકોર્ડઃ ઝીરો પર આઉટ થયા વગર 100 ઇનિંગ રમનારા ખેલાડીઓ
આ પણ વાંચોઃ- બીસીસીઆઇના કારણે ધોનીને લાગ્યો 40 કરોડનો ફટકો!

કેન્યા સામે વેસ્ટ ઇન્ડિઝનો 73 રનથી પરાજય

કેન્યા સામે વેસ્ટ ઇન્ડિઝનો 73 રનથી પરાજય

1996માં રમાયેલા વિશ્વકપ દરમિયાન કેન્યા અને વેસ્ટ ઇન્ડિઝ પૂણે ખાતે મેચ રમાઇ હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝમાં શ્રેષ્ઠ ખેલાડીઓ હતા અને કોઇએ પણ વિચાર્યું નહોતું કે કેન્યા જેવી સાધારણ ટીમ સામે તેઓ હારી જશે એ પણ 73 રનથી. આ મેચમાં કેન્યાએ 166 રન બનાવ્યા હતા, જેની સામે વેસ્ટ ઇન્ડિઝ 93 રનમાં ઓલાઉટ થઇ ગયું હતું.

પાકિસ્તાન સામે બાંગ્લાદેશનો 62 રને વિજય

પાકિસ્તાન સામે બાંગ્લાદેશનો 62 રને વિજય

1999માં રમાયેલા વિશ્વકપ દરમિયાન બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઇ હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમ ઘણી જ મજબૂત ગણાતી હતી, પાકિસ્તનમાં વસિમ અક્રમ, વકાર યુનિસ, શોહેબ અખ્તર જેવા ખેલાડી હતા. આ મેચમાં બાંગ્લાદેશે 223 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન 161 રન બનાવી શક્યું હતું અને બાંગ્લાદેશનો 62 રન સાથે વિજય થયો હતો.

ઝિમ્બાવ્વેનો ઇંગ્લેન્ડ સામે વિજય

ઝિમ્બાવ્વેનો ઇંગ્લેન્ડ સામે વિજય

1992માં વિશ્વકપ દરમિયાન ઇંગ્લેન્ડ અને ઝિમ્બાવ્વે વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં ઝિમ્બાવ્વેનો નવ રને વિજય થયો હતો.

વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતનો 43 રને વિજય

વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતનો 43 રને વિજય

1983ના વિશ્વકપની ફાઇનલ મેચ દરેક ભારતીય ક્રિકેટ રસિકને યાદ હશે. આ ફાઇનલ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા અને ભારત પહેલીવાર વિશ્વકપ જીત્યું હતું. આ મેચમાં ભારતે 183 રન બનાવ્યા હતા, જેના જવાબમાં 140 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશનો વિજય

ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશનો વિજય

2005માં નેટવેસ્ટ શ્રેણી રમાઇ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણી જ મજબૂત હતી અને તેની સામે અન્ય દેશોની ટીમો પણ વામણી પૂરવાર સાબિત થતી હતી, ત્યારે બાંગ્લાદેશે પાંચ વિકેટે મેચ જીતીને બધાને ચોંકાવી દીધા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 249 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશે ઇનિંગના ચાર બોલ બાકી હતા ત્યારે 250 રન બનાવી મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં મોહમ્મદ અશરફુલે સદી ફટકારી હતી.

English summary
In international odi top 5 Historical upsets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X