IND vs AUS : યશશ્વી, ઋતરાજ અને ઈશાન કિશનની અડધી સદી, ઓસ્ટ્રેલિયાને તગડો ટાર્ગેટ

ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝના બીજા મુકાબલામાં ભારતીય બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો છે. ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતા સતત બીજી વખત 200 પારનો આંકડો પાર કર્યો છે.

ટોસ હારીને બેટિંગ માટે આવેલા ભારત માટે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત અપાવી. બન્ને ઓપનરોએ ધમાકેદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી.

IND vs AUS

શરૂઆતમાં યશસ્વી જયસ્વાલે છક્કા ચોક્કાનો વરસાદ કર્યો અને માત્ર 25 બોલમાં 53 રન બનાવીને પેલેવિયન પરત ફર્યો. તેણે પોતાની ઈનિંગમાં 9 ચોક્કા અને 2 છક્કા ફટકાર્યા. આ પછી ઈશાન કિશને મેદાનમાં દર્શકોનું જબરદસ્ત પ્રદર્શન કર્યુ.

ઈશાન કિશને બીજી વિકેટ માટે ઋતુરાજ સાથે શાનદાર પાર્ટનરશિપ કરીને પોતાની અડધી સદી પુરી કરી. ઈશાન કિશને 32 બોલમાં 52 બનની ઝડપી ઈનિંગ રમી. સામે છેડે ઋતુરાજ ગાયકવાડે 43 બોલમાં 58 રન સાથે અડધી સદી ફટકારી.

આ પછી અંતિમ ઓવરોમાં બાકી રહેલુ કામ ભારતના સ્ટાર ફિનિસર રિંકુ સિંહે પુરૂ કર્યુ. રિંકુ સિંહે 9 બોલમાં 31 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ ઇનિંગમાં રિંકુએ 4 ફોર અને 2 સિક્સર ફટકારી. આમ ભારતે ઓસ્ટ્રેલિયાનેે જીતવા માટે 236 રનનો તગડો ટાર્ગેટ આપ્યો છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયન બોલરો ફિક્કા સાબિત થયા. જો કે નાથન એલિસે 3 અને માર્કસ સ્ટોઈનિસે 1 વિકેટ લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X