IND Vs AUS : બન્ને પીએમની હાજરીમાં ટોસ થશે, બની શકે છે આ મોટો વર્લ્ડ રેકોર્ડ
આ મેચમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે અને અહીં એક સાથે 1.32 લાખ લોકો મેચ જોઈ શકે છે. સંભાવના છે કે મેચ દરમિયાન સૌથી વધુ દર્શકોની હાજરીનો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે.

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે રમાશે. 9 માર્ચથી શરૂ થવા જઈ રહેલી આ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહીં મેચને લઈને તૈયારીઓ પુરી થઈ ગઈ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટના 75 વર્ષ થઈ રહ્યા છે ત્યારે આ મેચમાં ખાસ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની અલ્બનીઝ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ હાજરી રહેશે. મેચ સવારે 9.30 વાગ્યે શરૂ થશે. સમાચારો અનુસાર, બન્ને દેશના વડાપ્રધાન ટોસ વખતે મેદાન પર હાજર રહેશે. આ સિવાય મેચમાં કોમેન્ટરી પણ કરી શકે છે.
વિગતો અનુસાર, આ મેચમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે અને અહીં એક સાથે 1.32 લાખ લોકો મેચ જોઈ શકે છે. સંભાવના છે કે મેચ દરમિયાન સૌથી વધુ દર્શકોની હાજરીનો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. હાલ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના નામે છે. 2014માં એશિઝ દરમિયાન અહીં એક જ દિવસમાં 91112 દર્શકો મેચ જોવા માટે પહોંચ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં રમાનારી આ મેચ જીતતા ભારત સિરીઝ જીતશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરશે. અહીં પણ તે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
જો ઓસ્ટ્રેલિયા છેલ્લી ટેસ્ટ જીતશે તો સિરીઝ 2-2 થી બરાબર થઈ જશે. આવ સ્થિતિમાં ટ્રોફી ભારત પાસે રહેશે. ભારતે 2020-21માં છેલ્લી ટેસ્ટ શ્રેણી જીતી હતી. ઓસ્ટ્રેલિયા 20 વર્ષમાં પ્રથમ વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ડ્રો કરવા પર નજર રાખશે. છેલ્લી વખત 2003માં ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે શ્રેણી 1-1થી ડ્રો થઈ હતી.












Click it and Unblock the Notifications
