IND vs BAN : કોહલીને સદી પુરી કરવા કેએલ રાહુલે કહ્યું હતું, જાણો શું કહ્યું કેએલ રાહુલે?
ભારતે બાંગ્લાદેશને હરાવીને વર્લ્ડ કપની સતત ચોથી જીત મેળવી છે. બાંગ્લાદેશ સામે 7 વિકેટે જીતમાં વિરાટ કોહલીની સદી છવાયેલી રહી. કોહલીએ સિક્સર સાથે સદી પુરી કરી.
કેએલ રાહુલ અને કોહલી ક્રિઝ પર હતા ત્યારે રાહુલે સદી માટે એક રન ન લીધો. કેએલ રાહુલે તેને તેની સદી પૂરી કરવા કહ્યું. કોહલી સદી કરવા માંગતો ન હતો પરંતુ કેએલ રાહુલે તેને આગ્રહ કર્યો.

કેએલ રાહુલ સિંગલ્સ લઈ રહ્યો ન હતો ત્યારે કોહલીએ કહ્યું કે વ્યક્તિગત રેકોર્ડ માટે રમવું યોગ્ય નથી. જો તું સિંગલ નહીં લે તો તે યોગ્ય નથી. લોકો એમ પણ કહેશે કે તે રેકોર્ડ માટે રમ્યો. કેએલ રાહુલ સહમત ન હતો અને કોહલીએ તેની સદી પૂરી કરવા કહ્યું.
રાહુલે કહ્યું કે, મેં વિરાટ કોહલીને સિંગલ લેવાની ના પાડી. આ પછી કોહલીએ કહ્યું કે, તું સિંગલ નહીં લો તો તે ખરાબ કહેવાશે. લોકો વિચારશે કે હું અંગત રેકોર્ડ માટે રમી રહ્યો છું. આપણે આરામથી જીતી રહ્યા છીએ, સદી પૂરી કરો.
જણાવી દઈએ કે, કોહલી વન ડે ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ખૂબ નજીક છે. કોહલીએ વનડેમાં 48 સદી ફટકારી છે. તે વધુ એક સદી ફટકારતાની સાથે જ તે સચિન તેંડુલકરની બરાબરી કરશે. આ પછીની સદી સાથે તે સદીની અડધી સદી ફટકારનારો વન ડેનો એક માત્ર બેટ્સમેન બની જશે.












Click it and Unblock the Notifications
