IND vs ENG: રદ્દ થયેલી ટેસ્ટ રિશેડ્યૂઅલ કરવા માટે ગાંગુલી બ્રિટન રવાના જશે!

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી 22 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડના ક્રિકેટ પ્રતિનિધિઓ સાથે માન્ચેસ્ટર ટેસ્ટને રિશેડ્યૂઅલ કરવા મુદ્દે ચર્ચા કરવા બ્રિટન જશે. કોવિડ-19 ના કારણે શુક્રવારે મેચ રદ કરવામાં આવી હતી.

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી 22 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડના ક્રિકેટ પ્રતિનિધિઓ સાથે માન્ચેસ્ટર ટેસ્ટને રિશેડ્યૂઅલ કરવા મુદ્દે ચર્ચા કરવા બ્રિટન જશે. કોવિડ-19 ના કારણે શુક્રવારે મેચ રદ કરવામાં આવી હતી. સૌરવ ગાંગુલી ઇસીબીના પ્રતિનિધિઓ અને સત્તાવાર પ્રસારણકર્તાઓ સાથે મળીને પરિસ્થિતિને ઉકેલવા વાતચીત કરશે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ રદ થવાને કારણે બંને ટીમોને મોટુ નુકસાન ઉઠાવવુ પડશે.

Sourav Ganguly

5 મી ટેસ્ટ રદ કરતા ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું કે, કોવિડ-19 ના ડર વચ્ચે ભારતના ખેલાડીઓ ટીમને મેદાનમાં ઉતારવામાં અસમર્થ હતા. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ઈસીબીને ફરીથી શેડ્યૂઅલ ઓફર કરશે અને બંને બોર્ડ વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડર વચ્ચે ટેસ્ટ મેચ માટે વિન્ડો શોધવાની દિશામાં કામ કરશે.

સહાયક ફિઝિયો યોગેશ પરમાર કોવિડ-19 પોઝિટીવ આવ્યા બાદ ભારતના ખેલાડીઓના RT-PCR ટેસ્ટ થયા હતા, જેમાં તમામ નેગેટીવ આવ્યા હતા. જ્યારે RT-PCR ટેસ્ટના બીજા રાઉન્ડના પરિણામોની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ટીમના વરિષ્ઠ સભ્યો સંભવિત સંક્રમણ વિશે ભયભીત હતા, કારણ કે તેમાંના કેટલાક યોગેશ પરમારના સંપર્કમાં આવ્યા હતા.

યોગેશ ઈંગ્લેન્ડમાં કોવિડ-19 પોઝિટીવ આવનાર ભારતીય સપોર્ટ સ્ટાફના ચોથા સભ્ય હતા. હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધર ચોથી ટેસ્ટની શરૂઆત પહેલા પોઝિટિવ આવ્યા હતા. આ બાદ તે તમામ ઓવલ ટેસ્ટમાં ડ્રેસિંગ રૂમનો ભાગ નહોતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X