ભારતનો દબદબો, દિવસના અંતે ઇંગ્લેન્ડ 199/5

ટી બ્રેક સુધી ઇંગ્લીશ ટીમ 66.1 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 139 રન બનાવી શક્યું હતું. ત્યારબાદની રમતમાં પીટરસન તુરંત જ જાડેજાની ઓવરમાં ઓજાના હાથે કેચઆઉટ થઇ ગયો હતો. પીટરસને 10 ચોગ્ગાની સાથે શાનદાર 73 રન બનાવ્યા. અંતિમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડ 5 વિકેટના નુકસાન પર 97 ઓવર રમી માત્ર 199 રન જ બનાવી શક્યું હતું.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કૂક અને કોમ્પટને ઓપનીંગ કરી હતી. હજી માત્ર ત્રણ રન થયા હતા ને ઇશાંત શર્માની ઓવરમાં કોમ્પટન ધોનીના હાથે કેચઆઉટ થઇ ગયો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કૂક પણ કઇં ખાસ કરી શક્યા નહી, તેઓ માત્ર એક રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયો. કૂક પણ ઇશાંત શર્માની ઓવરમાં એલબીડબલ્યું આઉટ થયો.
આ મુકાબલા માટે ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં બે પરિવર્તન કર્યા છે. ફાસ્ટ બોલર સ્ટીવન ફિનના સ્થાને ટિમ બ્રેસ્નન અને સમિત પટેલના સ્થાને જોએ રૂટનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોએ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યા છે.
ભારતે પણ પોતાની ટીમાં પરિવર્તનો કર્યા છે. જે મુજબ યુવરાજ સિંહના સ્થાને રવિન્દ્ર જાડેજા અને જહીરખાનના સ્થાને લેગ સ્પિનર પીયુષ ચાવલાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. શ્રેણીમાં ભારતીય ટીમ 1-2થી પાછળ છે.












Click it and Unblock the Notifications
