IND vs ENG : રાજકોટમાં રોહિત શર્માની ધમાલ, ધોનીને પાછળ છોડતા 73 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાઈ રહી છે. અહીં રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ધમાલ મચાવી છે.
રોહિત શર્માએ ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી છે. ભારત નબળી સ્થિતીમાં હતુ ત્યારે આવેલી આ સદી સાથે તેણે કેટલાક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

આ સિરીઝમાં રોહિત શર્માનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું હતું. રોહિત શર્મા શરૂઆતની બંને ટેસ્ટ મેચમાં ફ્લોપ રહ્યો હતો. પરંતુ રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન રોહિત શર્માએ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. માત્ર 33ના સ્કોર પર ત્રણ વિકેટ પડી ગઈ હતી. આ પછી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ મોરચો સંભાળ્યો.
આ પછી કેપ્ટન રોહિત શર્માએ એક છેડેથી ટીમને કંટ્રોલમાં રાખી અને રવિન્દ્ર જાડેજા સાથે મળીને ચોથી વિકેટ માટે 200થી વધુ રનની ભાગીદારી કરી. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની આ ભાગીદારીના કારણે જ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે વાપસી કરવામાં સફળ રહી.
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 157 બોલમાં પોતાની સદી પૂરી કરી. જો કે તે 131 રન બનાવીને આઉટ થઈ ગયો.
રોહિત શર્માની ટેસ્ટ કરિયરની આ 11મી સદી હતી. આ સદી સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. રોહિતે આ સદી 36 વર્ષ 291 દિવસની ઉંમરે ફટકારી છે. આ સ્થિતિમાં તે ભારત માટે સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બની ગયો છે.
તેણે આ મામલે વિજય હજારેને પાછળ છોડી દીધા છે. વિજય હઝારેએ 36 વર્ષ અને 278 દિવસની ઉંમરમાં કેપ્ટન તરીકે ભારત માટે સદી ફટકારી હતી.
વિજય હજારેએ 1951માં આ કારનામું કર્યું હતું. એટલે કે 73 વર્ષ બાદ રોહિતે હવે વિજય હજારેનો આ રેકોર્ડ તોડ્યો છે.
આ સિવાય રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર મારવામાં મહેન્દ્ર સિંહ ધોની કરતા પણ આગળ નીકળી ગયો છે. ધોનીને પછાડીને રોહિત શર્માએ હવે તેની ટેસ્ટ કરિયરમાં કુલ 79 સિક્સર ફટકારી છે. આ સાથે રોહિત શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ધોની બીજા ક્રમે હતો. ધોનીએ પોતાની ટેસ્ટ કરિયરમાં કુલ 78 સિક્સર ફટકારી છે. આ લિસ્ટમાં સૌથી ઉપર વીરેન્દ્ર સેહવાગ છે, જેના નામે કુલ 90 સિક્સર છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
