IND vs NZ : મળીએ રવિવારે અમદાવાદમાં…ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં
ભારતીય ટીમ 2019 ની હારનો બદલો લેતા ન્યૂઝીલેન્ડને ઘરનો રસ્તો દેખાડી દીધો છે. આ સાથે જ ભારત 70 રને ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે.
ભારતે પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરતા 397 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત માટે વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યરે શાનદાર સદી ફટકારી. બન્નેએ અનુક્રમે 117 અને 105 રન બનાવ્યા.

અહીં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરની 49 સદીના રેકોર્ડને જમીનદોસ્ત કરીને પોતાના નામેે કર્યો. આમ તે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી બન્યો.
કોહલી અને ઐયર સિવાય શુભમન ગિલે શાનદાર 80 રનની ઈનિંગ રમી. આ સિવાય રોહિત શર્માએ 47 અને કેએલ રાહુલે અંતિમ ઓવરમાં 20 બોલમાં ઝડપી 39 રનની ઇનિંગ રમી.
બીજી તરફ બેટિંગ માટે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમને શરૂઆતમાં જ મોહમ્મદ શામીએ 2 ઝટકા આપીને મનોબળ તોડી દીધુ. જો કે આ પછી કેન વિલિયમસન અને ડેરિલ મિચેલે એક સમયે ભારતને મુશ્કેલીમાં મુકી દીધુ.
આ પછી ફરી એક વખત મોહમ્મદ શામી ટીમની મદદે આવ્યો અને 33 મીં ઓવરમાં એક સાથે 2 વિકેટ લઈને ટીમને મેચમાં પાછી લાવી દીધી.
આ પછી ભારતીય બોલકો વિકેટ લેતા રહ્યા અને ન્યૂઝીલેન્ડ સામેનો 2019 ની હારનો બદલો પુરો કર્યો. આ મેચમાં ભારત માટે ફરી એક વખત મોહમ્મદ શામી ગેમ ચેન્જર સાબિત થયો. ન્યૂઝીલેન્ડ આ મેચમાં 10 વિકેટ ગુમાવીને 48.5 ઓવકમાં 327 રન જ જ બનાવી શકી.












Click it and Unblock the Notifications
