IND vs NZ : ભારતીય બેટ્સમેન સામે કિવી બોલર ફિક્કા પડ્યા, જીત માટે પહાડ જેવડો ટાર્ગેટ

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે પહેલી સેમિફાઈનલમાં શાનદાર બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડને પહાડ જેવડો મોટો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 398 રન બનાવવા પડશે.

ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી. ઓપનિંગ જોડીએ પહેલી વિકેટે 71 રન જોડ્યા. અહીં રોહિત શર્મા થોડા માટે અડધી સદી ચુક્યો.

IND vs NZ

રોહિત શર્માના આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો અને તેને કિવી ટીમની થોડી ઘણી બચેલી આશાઓ પર પાણી ફેરવી દીધુ. કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ પોતાના નામે કરતા કરિયરની 50 મીં સદી ફટકારી.

કોહલીનો સાથ શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરે ખુબ નિભાવ્યો. અહીં શુભમન ગિલ અડધી સદી ફટકારીને પગમાં ક્રેમ્પ આવી જતા પેવેલિયન પરત ફર્યો. આ પછી કોહલી સાથે શ્રૈયસ ઐય્યરે બેટથી રનનો વરસાદ કરતા વર્લ્ડ કપની સતત બીજી સદી ફટાકારી.

આ મેચમાં શ્રેયસ ઐય્યરે 90 બોલમાં 105 રનની ઈનિંગ રમી. આ પછી અંતિમ ઓવરોમાં કેએલ રાહુલે બેટથી રનનો વરસાદ કર્યો અને 20 બોલમાં શાનદાર 39 રનની ઈનિંગ રમી.

બીજી તરફ ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ 3 અને ટ્રેન્ટ બોલ્ટને એક વિકેટ મળી. જો કે તમામ બોલરોએ ઘણા રન આપી દીધી. આ જ કારણ છે તે ઈન્ડિયા આટલા મોટા સ્કોર સુધી પહોંચી શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X