IND vs NZ : વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીએ ઇતિહાસ રચ્યો, સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ખેલાડી બન્યો
ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી વિરોધીઓ માટે ઘાતક સાબિત થયો છે. બોલથી ધમાલ મચાવનારો શમી વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ખેલાડી બન્યો છે.
મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં બોલથી આતંક મચાવી રહ્યો છે. મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ લઈને ભારતને મેચમાં આગળ રાખ્યુ છે.

ન્યૂઝીલેન્ડ સામે સતત ચાર વિકેટ લીધા બાદ મોહમ્મદ શમીએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્લ્ડકપની પ્રથમ 4 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેલા મોહમ્મદ શમીને હાર્દિક પંડ્યાની ઈજા બાદ ટીમમાં રમવાની તક મળી હતી. મોહમ્મદ શમીએ આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.
મોહમ્મદ શમીએ વનડે વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી લીધી છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં માત્ર સાત બોલર છે જેમણે ODI વર્લ્ડ કપમાં 50 વિકેટ લીધી છે. આ યાદીમાં મોહમ્મદ શમીનું નામ પણ સામેલ થયું છે.
ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર ગ્લેન મેકગ્રાનું નામ સૌથી ઉપર આવે છે. તેણે 39 મેચ રમીને 71 વિકેટ લીધી છે. મુથૈયા મુરલીધરન બીજા સ્થાને છે. તેના નામે 40 મેચમાં 68 વિકેટ છે.
મોહમ્મદ શમીએ વર્લ્ડ કપની 17 મેચમાં 51 વિકેટ લીધી છે. તે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. મોહમ્મદ શમીની આ સિદ્ધિ બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર તેના સતત વખાણ કરી રહ્યા છે.
મોહમ્મદ શમી પહેલા ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ ઝડપનારા હતા. સ્ટાર્કે 19 મેચમાં 50 વિકેટ લીધી હતી.












Click it and Unblock the Notifications
