IND vs NZ : મોહમ્મદ શામીએ ફરીથી રંગ રાખ્યો, ડેરિલ મિચેલની સદી છત્તા ભારત મજબુત

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલા ધમાકેદાર મુકાબલામાં ફેન્સના શ્વાસ અદ્ધર થઈ રહ્યા છે. ભારતે પહાડ જેવડો વિશાળ ટાર્ગેટ આપ્યો હોવા છત્તા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન મજબુત ટક્કર આપી રહ્યા છે.

એક સમયે લાગતુ હતું કે ભારતીય બોલરો સામે ન્યૂઝીલેન્ડ વધારે નહીં ટકે પરંતુ ડેરિલ મિચેલ અને કેન વિલિયમસને શાનદાર બેટિંગ પરીને ભારતના બોલિંગ આક્રમણને નબળુ પાડી દીધુ.

IND vs NZ

ડેરિલ મિચેલે શાનદાર સદી ફટકારીને ટીમને હારેલી બાજીમાં પાછા લાવવાનું કામ કર્યુ. જો કે હવે ફરીથી મોહમ્મદ શામીએ ભારત માટે બે શાનદાર વિકેટ લઈને મેચ પર પકડ મજબુત કરી દીધી છે.

ત્રીજી વિકેટ માટે કેન વિલિયમસન અને ડેરિલ મિચેલ વચ્ચેની 181 રનની વિશાળ પાર્ટનરશિપ કરી. આ પાર્ટનરશિપને તોડીને શામીએ ફરીથી ભારતને એક જ ઓવરમાં બે વિકેટ અપાવીને ટીમને મુકાબલમાં પાછો લઈ આવ્યો.

હાલની સ્થિતીએ ન્યૂઝીલેન્ડને જીતવા માટે 96 બોલમાં 177 રનની જરૂર છે. ન્યૂઝીલેન્ડ તરફથી સદી સાથે ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ મેદાન પર છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ભારત તરફથી મોહમ્મદ શામી એકમાત્ર બોલર છે જે વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તમામ 4 સફળતા તેને એકલાએ અપાવી છે. આ સિવાય કોઈ પણ બોલર એક પણ વિકેટ લઈ શક્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X