સેમિફાઇનલમાં રિઝર્વ ડે બાદ પણ ઓવરો કપાશે? જાણો આઈસીસીના બે નવા નિયમો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહેલા મુકાબલાની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સ પ્રાથના કરી રહ્યા છે કે વરસાદ વિલન ન બને.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો આ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી અને શાનદાર ફોર્મમાં છે.

આઈસીસીએ સેમીફાઈનલ અને ફાઈનલ માટે વરસાદની સ્થિતી માટે પહેલાથી જ વ્યવસ્થા કરી છે. વરસાદ પડે તો એક રિઝર્વ ડે રખાયો છે. છેલ્લી ત્રણ મેચ માટે રિઝર્વ ડે રખાયો છે. અગાઉ લીગ તબક્કાની મેચોમાં રિઝર્વ ડેનો વિકલ્પ નહોતો.
વરસાદ આવે તો મેચને રિઝર્વ ડે પર શિફ્ટ કરી શકાય છે. હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું રિઝર્વ ડે હોવા છતાં વરસાદના કારણે ઓવરો ઓછી થશે? તો તેનો જવાબ હા છે. વરસાદ બાદ પણ અમ્પાયરો પ્રથમ દિવસે જ મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
મેચ પૂર્ણ કરવા અમ્પાયર પ્રથમ દિવસે ઓવર કાપીને તેને પૂર્ણ કરાવી શકે છે. જો પ્રથમ દિવસે મેચ દરમિયાન 19 ઓવર રમાય અને વરસાદને કારણે મેચ બંધ કરવામાં આવે તો ઓવરો કાપવામાં આવશે. તે જ દિવસે 46 ઓવરની મેચ યોજીને સેમિફાઇનલ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
ઓવરો કાપીને 46 ઓવરની મેચ રાખવાનો નિર્ણય લીધા પછી જો 1 ઓવર નાખવામાં આવે અને વરસાદને કારણે આગળ મેચ ન રમાય તો બીજા દિવસે પણ રમત એટલી જ ઓવરની હશે. રિઝર્વ ડેમાં પણ બંને ટીમો માત્ર 46-46 ઓવરની મેચ રમશે.
ICC નો એક બીજો નિયમ છે. જેમાં 50 ઓવર રમવાના પ્રયાસો કરવામાં આવશે. જો પ્રથમ દિવસે વરસાદ પછી 46 ઓવરની મેચ નક્કી કરવામાં આવે અને બોલ ફેંકવામાં ન આવે તો બીજા દિવસે સંપૂર્ણ 50 ઓવરની મેચ રમાશે.
બોલ ફેંક્યા બાદ કટ ઓવરો રમવામાં આવશે. જો બોલ ફેંકવામાં આવે તે પહેલા ફરી વરસાદ પડે અને મેચ ન રમાય તો બીજા દિવસે 50 ઓવરની મેચ રમાશે. બીજા દિવસે પણ વરસાદ પડશે તો ઓવર કટનો વિકલ્પ રહેશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
