IND vs NZ : સચિન તેંડુલકરથી પણ એક કદમ આગળ, વિરાટ કોહલીની 50 સદી પુરી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલા મુકાબલામાં ભારતે ધમાકેદાર શરૂઆત કરી છે. આ મેચમાં આખરે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડીને સૌથી મોટો માઈલ સ્ટોન પોતાના નામે કરી લીધો છે.

વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારતા સચિન તેંડુલકરના વન ડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બેટિંગ કરતા તેની 50 મીં સદી પુરી કરી.
રોહિત શર્મા અને શુભમન ગિલ દ્વારા શાનદાર શરૂઆત અપાવ્યા બાદ કોહલીએ રંગ રાખ્યો છે. રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયા બાદ વિરાટ કોહલી ક્રીઝ પણ આવ્યો હતો.
આ પછી પહેલા તેણે શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યર સાથે મળીને શાનદાર ઇનિંગ રમી. આ ઈનિંગમાં વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રન બનાવ્યા. આ ઈનિંગમાં તેને 9 ફોર અને શાનદાર સિક્સર ફટકારી. આ પછી તે ટીમ સાઉથીના બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો.
કોહલીની આ ઈનિંગ દરમિયાન એક વખત લાગતુ હતું કે તે સદી પુરી નહીં કરી શકે અને રિટાયર્ટ હર્ટ થઈને પેવેલિયન પરત ફરી જશે. જો કે તે ક્રિઝ પર ટકી રહ્યો અને પોતાની સદી પુરી કરી.












Click it and Unblock the Notifications
