IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બની શકે વિલન? જાણો કેવુ રહેશે મેલબોર્નનું હવામાન?
ટી20 ક્રિકેટ વર્લ્ડકપનો ધમાકેદાર આગઝ થઈ ચુક્યો છે. હવે આગામી 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન મેલબોર્નમાં એકબીજા સાથે ટકરાશે. ફેન્સ પણ આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યા છે.
ટી20 ક્રિકેટ વર્લ્ડકપનો ધમાકેદાર આગઝ થઈ ચુક્યો છે. હવે આગામી 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન મેલબોર્નમાં એકબીજા સાથે ટકરાશે. ફેન્સ પણ આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યા છે. જો કે આ તમામ બાબતો વચ્ચે ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.

વરસાદની સંભાવના?
ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે વરસાદ વિલન બની શકે છે. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર લગભગ 70 ટકા વરસાદની સંભાવના છે. એટલે કે મેચમાં વરસાદ વિલન બની શકે છે.

વરસાદ મેચની મજા બગાડશે
સ્થાનિક હવામાન વિભાગની આગાહીને ઘ્યાનમાં રાખીએ તો ભારત અને પાકિસ્તાન બન્ને દેશના ફેન્સની મજા બગડી શકે છે. ભારત અને પાકિસ્તાનના ફેન્સ મેચની આતુરતાતી રાહ જોઈ રહ્યા છે ત્યારે વરસાદ મજા બગાડે તે લગભગ નક્કી છે. જો કે પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

વરસાદ પડ્યો તો?
જો વરસાદ વિલન બનશે તો ભારત અને પાકિસ્તાન બન્ને માટે નિરાશાજનક માહોલ હશે. કેમ કે મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. મેચ ન રમાવાની સ્થિતીમાં બન્ને ટીમ વચ્ચે પોઈન્ટ વહેચાઈ જશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર

પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન
બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી












Click it and Unblock the Notifications
