IND vs PAK : મહા મુકાબલામાંં આ રીતે રહેશે ભારત-પાકની પ્લેઇંગ ઇલેવન!
નવી દિલ્હી : આઈસીસી ટી 20 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર છે. લાખો ક્રિકેટ પ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો માત્ર આઈસીસી ટુર્નામેન્ટમાં જ સામસામે આવે છે ત્યારે આ આતુરતા વધી જાય છે. બંને વચ્ચે છેલ્લી મેચ 2019 ODI વર્લ્ડ કપમાં રમાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. હવે બે વર્ષ બાદ હાઈવોલ્ટેજ મેચ યોજાવા જઈ રહી છે. આ મેચમાં કેવી હશે પ્લેઈંગ ઈલેવન, ક્યાં જોઈ શકશો લાઈવ મેચ, આવો જાણીએ સંપૂર્ણ માહિતી.

ટી 20 વર્લ્ડકપના ઇતિહાસમાં બંનેએ પાંચ વખત એકબીજાનો સામનો કર્યો છે, જેમાં ભારતે 5-0 નો રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ સિવાય બંને વચ્ચે કુલ 8 T20 મેચ રમાઈ છે, જેમાં પાકિસ્તાને માત્ર એક જ જીત મેળવી છે. વર્ષ 2012 માં, 25 ડિસેમ્બરે બેંગ્લોરમાં યોજાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. તમામ બાબતોમાં એકંદરે ભારતનો હાથ ઉપર છે.
મેચ ક્યાં યોજાશે?
દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
કેટલા વાગ્યે શરૂ થશે?
મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 7 વાગ્યે થશે.
મેચ લાઈવ ક્યાં જોઈ શકશો?
તમે સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી અને સ્ટાર સ્પોર્ટ્સ 2 હિન્દી ચેનલો પર તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. આ સિવાય તમે Disney Hotstar એપ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકો છો.
પિચ રિપોર્ટ
દુબઈની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ સાબિત થઈ છે. જો કે, બોલ મધ્ય ઓવરોમાં અટકીને આવે છે. આ સિવાય ઝાકળ પણ અહીં મોટી અસર કરશે. આ સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (C), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ
પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
બાબર આઝમ (WK), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હરિફ રઉફ, શાહીન શાહ આફ્રિદી












Click it and Unblock the Notifications
