IND vs SA : આફ્રિકાની ધરતી પર ભારતીય બોલરોનો સપાટો, મામુલી સ્કોરમાં પુરી ટીમ સમેટાઈ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલા વન ડે સિરીઝના પહેલા મુકાબલામાં આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ખોટો સાબિત થયો છે.
ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ કોઈ ગલી ક્રિકેટની જેમ વિખેરાતી જોવા મળી. ટીમ પુરી 30 ઓવર પણ ન રમી શકી અને 116 રન બનાવીને તમામ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા.

ભારતના બોલરોએ ફરીથી તેની ઘાતક બોલિંગથી તમામને ચૌકાવ્યા અને વિરોધી ટીમને પત્તાના મહેલની જેમ ધરાસાઈ કરી દીધી. આફ્રિકાએ શરૂઆતથી જ વિકેટો ગુમાવી અને ઓલઆઉટ થઈ ગઈ.
ભારત તરફથી અર્શદિપ સિંહ અને આવેશ ખાન હુકમના એક્કા સાબિક થયા અને બન્નેએ આફ્રિકન ટીમને સસ્તામાં ઓલઆઉટ કરવામાં સૌથી મોટો ફાળો આવ્યો.
આ ઈનિંગમાં અર્શદિપ સિંહે 5 અને આવેશ ખાને 4 વિકેટ ઝડપી. આ સિવાય એક વિકેટ કુલદીપ યાદવના ખાતામાં આવી. આમ સાઉથ આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં 116 રન જ બનાવી શકી.












Click it and Unblock the Notifications
