IND vs SA : ક્યાં અને ક્યારથી રમાશે ભારત-દક્ષિણ આફ્રિકા વન ડે સિરીઝ?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 સિરીઝ ટાઈ થયા બાદ હવે બન્ને ટીમો વન ડે સિરીઝમાં ટકરાવા જઈ રહી છે. બન્ને ટીમો વચ્ચે 3 વન ડેની સિરીઝ યોજાશે.
શ્રેણીમાં પ્રથમ મેચ ખૂબ જ ખાસ હોય છે. ટીમોનો ઇરાદો આ મેચ જીતીને આગલી મેચમાં સરસાઈ સાથે ઉતરવાનો કરવાનો છે. ભારતીય ટીમ પણ આ જ ઈચ્છશે અને યજમાન દક્ષિણ આફ્રિકાની પણ આ જ ઈચ્છા સાથે ઉતરશે.

T-20 સિરીઝ બાદ વનડે સિરીઝ માટે બે દિવસનો ગેપ રાખવામાં આવ્યો છે. આનાથી ખેલાડીઓને પૂરતો આરામ પણ મળી રહ્યો છે. પ્રથમ વનડે મેચ રસપ્રદ રહેશે તેવી આશા છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે રવિવારે 17 ડિસેમ્બરે રમાશે.
ODI શ્રેણી એ જ મેદાન પર શરૂ થવા જઈ રહી છે જ્યાં ભારતીય ટીમે ત્રીજી T20માં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. પ્રથમ વનડે મેચ જોહાનિસબર્ગમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમની જવાબદારી કેએલ રાહુલના હાથમાં રહેશે. ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ હતો. ટી20 સિરીઝમાં ભારતીય ટીમ માટે છેલ્લી મેચમાં સૂર્યાના બેટમાંથી શાનદાર સદી જોવા મળી હતી. હવે કેએલ રાહુલની કેપ્ટનશીપ જોવા જેવી રહેશે.
દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રિંકુ સિંહ, અક્ષર પટેલ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, યુઝવેન્દ્ર ચહલ, તિલક વર્મા, રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, આકાશ દીપ












Click it and Unblock the Notifications
