IND vs SL : શાનદાર જીત સાથે ભારત સેમીફાઈનલમાં, શમીની 5 વિકેટ સાથે ભારતની 302 રને જીત
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલા વર્લ્ડ કપના મુકાબલામાં ભારતે શ્રીલંકાને શરમજનક હાર આપી છે. ભારતીય બોલરો સામે શ્રીલંકન ટીમ ઢેર થતી જોવા મળી હતી.
ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપનારી શ્રીલંકન ટીમે રોહિત શર્માને સસ્તામાં આઉટ કરીને સારી શરૂઆત કરી. જો કે આ પછી વિરાટ કોહલી અને શુભમન ગીલે મેચને શ્રીલંકન ટીમ પાસેથી છીનવી લીધી. ભારત તરફથી કોહલીએ 88 અને ગીલે 92 રન ઉપરાંત શ્રેયસ અય્યરે શાનદાર 82 રનની ઇનિંગ રમી.

બીજી તરફ બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકન ટીમ કોઈ ગલી ક્રિકેટની ટીમ હોય તેમ પત્તાની જેમ ઢેર થતી જોવા મળી. ભારતીય ફાસ્ટ બોલરોના તરખાટ સામે ટીમ માત્ર 55 રન બનાવી શકી અને પેલેલિયન પરત ફરી. ભારત તરફથી મોહમ્મદ શમી 5 વિકેટ સાથે ભારત તરફથી વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી બન્યો.
ભારતીયો બોલરોમાં મોહમ્મદ શમીએ 5 ઉપરાંત મોહમ્મદ સિરાજે 3 અને જાડેજા-બુમરાહે એક એક વિકેટ લીધી. આમ શ્રીલંકન ટીમની 302 રને હાર થઈ.












Click it and Unblock the Notifications
