
ફૂટબોલઃ ફીફા રેન્કિંગમાં ભારતને ત્રણ ક્રમાંકનો ફાયદો
નવી દિલ્હી, 17 જુલાઇઃ ફીફા વિશ્વ રેન્કિંગમાં ભારતને ત્રણ ક્રમાંકનો ફાયદો થયો છે અને તે 151માં સ્થાને પહોંચી ગયું છે. બ્રાઝિલમાં રવિવારે પૂર્ણ થયેલા ફીફા વિશ્વકપ પહેલા ભારતીય ફૂટબોલ ટીમ 154માં સ્થાન પર હતી, પરંતુ ફીફા દ્વારા જારી કરવામાં આવેલી તાજી રેન્કિંગમાં તે 151માં ક્રમે પહોંચી ગઇ છે. જોકે આ યાદીમાં જર્મની ટોચ પર છે. જર્મન ટીમ 20 વર્ષ બાદ આ ક્રમે પહોંચી છે. તેણે સ્પેનને આ પદ પરથી હટાવ્યું છે. સ્પેનિશ ટીમ આઠ સ્થાન નીચે જતી રહી છે.
આ પણ વાંચોઃએન્ડરસને હદ પાર કરી હતીઃ કેપ્ટન કૂલ ધોની
જાપાન 45માં ક્રમે છે. તે એશિયાની સૌથી ટોચ પર રહેલી એકમાત્ર ટીમ છે. ભારતને એશિયામાં સંયુક્ત રીતે 26મું સ્થાન પ્રાપ્ત છે. ભારતને ફીફા દ્વારા જારી કરવામા આવેલી તારીખો દરમિયાન બે મૈત્રી મેચ રમવાની તક મળી છે. જોકે માર્ચ બાદ તેણે એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ભારતે હવે ઓક્ટોબરમાં બે મૈત્રી મેચ રમવાની છે. સૈફ દેશોમાં અફઘાનિસ્તાન સૌથી ઉપર 129માં સ્થાન પર છે. અન્ય રેન્કિંગની વાત કરવામાં આવે તો આર્જેન્ટિના પાંચમા સ્થાનથી બીજા સ્થાને પહોંચીગયું છે. નેધરલેન્ડ્સ ત્રીજા ક્રમે, કોલમ્બિયા ચોથા અને બેલ્જીયમ પાંચમાં ક્રમે છે. તો ચાલો તસવીરો થકી ફીફા રેન્કિંગમાં ટોપ 10માં કયા કયા દેશની ટીમો છે, તેના પર નજર ફેરવીએ.

જર્મની
પોઇન્ટ્સઃ- 1724
રેન્કિંગઃ- 01

આર્જેન્ટિના
પોઇન્ટ્સઃ- 1606
રેન્કિંગઃ- 02

નેધરલેન્ડ્સ
પોઇન્ટ્સઃ- 1496
રેન્કિંગઃ- 03

કોલોમ્બિયા
પોઇન્ટ્સઃ- 1492
રેન્કિંગઃ- 04

બેલ્જીયમ
પોઇન્ટ્સઃ- 1401
રેન્કિંગઃ- 05

ઉરુગ્વે
પોઇન્ટ્સઃ- 1330
રેન્કિંગઃ- 06

બ્રાઝિલ
પોઇન્ટ્સઃ- 1241
રેન્કિંગઃ- 07

સ્પેન
પોઇન્ટ્સઃ- 1229
રેન્કિંગઃ- 08

સ્વિત્ઝરલેન્ડ
પોઇન્ટ્સઃ- 1216
રેન્કિંગઃ- 09

ફ્રાન્સ
પોઇન્ટ્સઃ- 1202
રેન્કિંગઃ- 10

ભારત
પોઇન્ટ્સઃ- 144
રેન્કિંગઃ- 151