ભારત ICC ટી-20 રેન્કિંગમાં ત્રીજા અને કોહલી છટ્ઠા સ્થાને

આઇસીસી ટી-20 ચેમ્પિયનશિપમાં ભારતના 119 અંક છે અને તે ત્રીજા સ્થાને છે. તેમાં શ્રીલંકા પહેલા અને વિશ્વ ટી-20 ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝ બીજા સ્થાને છે. શ્રીલંકાના 131 અંક છે તે વેસ્ટ ઇન્ડિઝ કરતા સાત અંક આગળ છે. બેટિંગની યાદીમાં કોહલી 731 અંક સાથે છટ્ઠા અને સુરેશ રૈના 719 અંક સાથે નવમાં સ્થાને છે.
આ યાદીમાં ટોચ 20માં સામેલ ભારતીયોમાં યુવરાજ સિંહ(13) અને ગૌતમ ગંભીર(17) છે. ન્યૂઝિલેન્ડના વિકેટ કીપર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ યાદીમાં 794 અંક સાથે ટોચ પર છે. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ(792), શ્રીલંકાના મહિલા જયવર્દને(786) અને ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સન(767)નો નંબર આવે છે.
બોલિંગની યાદીમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન(16) ટોપ 20માં સામેલ એકલો ભારતીય છે. પાકિસ્તાનનો સઇદ અજમલ આ યાદીમાં ટોચ પર છે.












Click it and Unblock the Notifications
