વનડે ક્રિકેટમાં ભારતની બાદશાહત ખતમ
હેમિલ્ટન ખાતે રમાયેલી શ્રેણીની બીજી મેચમાં 15 રનથી પરાજય મળતાની સાથે આઇસીસી વનડે રેન્કિંગમાં ભારતની બાદશાહત ખતમ થઇ ગઇ છે. ઘણા લાંબા સમયથી વનડે રેન્કિંગમાં પહેલું સ્થાન ધરાવનાર ટીમ ઇન્ડિયા સતત બીજા પરાજયની સાથે જ બીજા સ્થાને આવી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાને પહોંચી ગયું છે.
ઓસ્ટ્રેલિયા હાલ પાંચ વનડે મેચોની શ્રેણીમાં 3-0થી આગળ છે, જો ભારત, ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં 3-2થી જીતે તો ફરીથી પહેલા ક્રમાંકે આવી શકે છે, એવી જ રીતે જો ન્યુઝીલેન્ડ, ભારતને 3-2થી અથવા તો તેના કરતા વધારે સારી રીતે હરાવે તો તે ઓસ્ટ્રેલિયાની તરફેણમાં થશે. જો ભારતે પોતાની ટોપ પોઝીશનને ફરીથી હાંસલ કરવી હોય તો હવે પછીની ત્રણેય મેચ જીતવી ભારત માટે જરૂરી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કે આઇસીસી રેન્કિંગમાં કયો દેશ કયા ક્રમાંકે છે.

ઓસ્ટ્રેલિયા
મેચઃ- 45
પોઇન્ટઃ- 5288
રેટિંગઃ- 118

ભારત
મેચઃ- 60
પોઇન્ટઃ- 7041
રેટિંગઃ- 117

દક્ષિણ આફ્રિકા
મેચઃ-44
પોઇન્ટઃ-4825
રેટિંગઃ-110

શ્રીલંકા
મેચઃ-56
પોઇન્ટઃ-6059
રેટિંગઃ-108

ઇંગ્લેન્ડ
મેચઃ-45
પોઇન્ટઃ-4868
રેટિંગઃ-108

પાકિસ્તાન
મેચઃ-58
પોઇન્ટઃ-5873
રેટિંગઃ-101

ન્યુઝીલેન્ડ
મેચઃ-40
પોઇન્ટઃ-3598
રેટિંગઃ-90

વેસ્ટ ઇન્ડિઝ
મેચઃ- 48
પોઇન્ટઃ-4300
રેટિંગઃ-90

બાંગ્લાદેશ
મેચઃ-26
પોઇન્ટઃ-2165
રેટિંગઃ-83

ઝિમ્બાવ્વે
મેચઃ-26
પોઇન્ટઃ-1439
રેટિંગઃ-55












Click it and Unblock the Notifications
