For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોચી વનડેઃ ઇંગ્લેન્ડ સામે 286 રનનો લક્ષ્યાંક

By Super
|
Google Oneindia Gujarati News

rahane-gambhir
કોચી, 15 જાન્યુઆરીઃ કોચી ખાતે રમાઇ રહેલી વનડેમાં ભારતે નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટ ગુમાવી 285 રન બનાવી પાકિસ્તાન સામે 286 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી ધોનીએ 72, જાડેજાએ 62 અને રૈનાએ 55 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી ફિન્ન અને ડ્રેનબેચે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે વોએક્સ અને ટ્રેડવેલે એક-એક વિકેટ લીધી હતી. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયામાં એક ફેરબદલ કરવામાં આવ્યો હતો. અશોક ડિંડાના સ્થાને શમી અહમદને તક આપવામાં આવી છે.

અપડેટ 5.30 pm
ઇંગ્લેન્ડને ચોથો ઝટકો, ભુવનેશ્વરની ત્રીજી વિકેટ

લક્ષ્યનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ત્ચાર વિકેટ પડી ગઇ છે. બેલ બાદ બીજો ઝટકો ઇંગ્લેન્ડને કૂકના રૂપમાં પડ્યો હતો. ભુવનેશ્વર કુમારે એલબી આઉટ કર્યો હતો. તેણે 17 રન બનાવ્યા હતા. જ્યારે ત્રીજો ઝટકો પીટરસનના રૂપમાં પડ્યો હતો. પીટરસન 42 રનના વ્યક્તિગત સ્કોર પર ભુવનેશ્વર કુમારની ઓવરમાં બોલ્ડ થયો હતો. ચોથી વિકેટ મોર્ગનના રૂપમાં પડી છે. મોર્ગનની વિકેટ પણ ભુવનેશ્વર કુમારે લીધી છે. આ સાથે જ ઇંગ્લેન્ડનો સ્કોર ચાર વિકેટ ગુમાવીને 73 રન છે.

અપડેટ 4.44 pm
ઇંગ્લેન્ડની એક વિકેટ પડી

ભારતે આપેલા 286 રના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ ઝટકો બેલના રૂપમાં શમી અહમદે આપ્યો છે. ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ 4 રન પર પડી હતી. બેલ 1 રન પર ધોનીના હાથે ઝલાઇ ગયો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડે 6 ઓવરના અંતે એક વિકેટ ગુમાવીને 23 રન બનાવ્યા છે.

અપડેટ 2.54 pm
ભારતને પાંચમો ઝટકો

55 રનની મહત્વની ઇનિંગ રમ્યા બાદ સુરેશ રૈના ફિન્નની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ સાથે જ ભારતનો સ્કોર પાંચ વિકેટના નુક્સાને 176 રન છે. ધોની 24 રન સાથે રમતમાં છે તેનો સાથ રવિન્દ્ર જાડેજા આપી રહ્યો છે.

અપડેટ 1.56 pm
રૈનાની અડધી સદી

રૈનાએ ધૈર્યપૂર્ણ ઇનિંગ રમતા ભારતનો સ્કોર 37 ઓવરના અંતે ચાર વિકટના નુક્સાને 168 રન થયો છે. રૈનાએ અડધી સદી ફટકારી છે. તેણે 73 બોલનો સામનો કરી બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી છે. બીજી તરફ ધોની 20 રન સાથે રમતમાં છે.

અપડેટ 1.56 pm
ભારતની ચોથી વિકેટ પડી

યુવરાજ સિંહની વિકેટ પડ્યાં બાદ વિરાટ કોહલીના રૂપમાં ભારતે ચોથી વિકેટ ગુમાવી છે. વિરાટ કોહલી 37 રનના વ્યક્તિગત સ્કોર પર વોએક્સની ઓવરમાં બેલના હાથે કેચઆઉટ થયો હતો. આ સાથે જ ભારતનો સ્કોર 28 ઓવર બાદ ચાર વિકેટના નુક્સાને 128 રન છે. ભારત તરફથી હાલ સુરેશ રૈના 28 અને ધોની 8 રન સાથે રમતમાં છે.

અપડેટ 1.12 pm
15 ઓવરના અંતે 71/3

રહાણે અને ગંભીરની વિકેટ પડ્યા બાદ યુવરાજે અને કોહલીએ ભારતની બાજીને સંભાળી હતી. જો કે, યુવરાજ સિંહ 32 રનના વ્યક્તિગત સ્કોર પર ટ્રેડવેલની ઓવરમાં એલબી આઉટ થયો હતો. હાલ કોહલી 16 રન સાથે રમતમાં છે અને તેનો સાથ સુરેશ રૈના આપી રહ્યો છે. આ સાથે જ ભારતનો સ્કોર 71/3 છે.

અપડેટ 12.29 pm
ગંભીર-રહાણે આઉટ

અજિંક્યા રહાણે અને ગૌતમ ગંભીરે ઇનિંગની શરૂઆત કરી છે. જો કે, ભારતનો સ્કોર 18 રન પર હતો ત્યારે ગૌતમ ગંભીર 8 રનના વ્યક્તિગત સ્કોર પર ડેર્નબેચના હાથે આઉટ થયો છે. ગંભીર બાદ રહાણેની પણ વિકેટ પડી હતી. તે માત્ર ચાર રન પર ફિન્નના હાથે બોલ્ડ થયો હતો. આ સાથે જ ભારતનો સ્કોર પાંચ ઓવરના અંતે બે વિકેટના નુક્સાને 19 રન છે. રહાણે અને ગૌતમે સારી શરૂઆત આપવા છતાં પણ રાજકોટમાં ભારતે વિકેટો ગુમાવી દીધી હતી. ત્રીજા નંબર પર વિરાટ કોહલી હાલની વનડેમાં ચાર મેચોની નિષ્ફળતાને સફળતાંમાં પરિવર્તિત કરવા પ્રયત્નો કરશે.

નોંધનીય છે કે, કોહલીએ ચેન્નાઇમાં પાકિસ્તાન વિરુદ્દ 0, કોલકતામાં પાકિસ્તાન વિરુદ્ધ 6, દિલ્હીમાં પાકિસ્તાન વિરુદ્ધ 7 અને રાજકોટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 15 રન બનાવ્યા હતા. ગત વર્ષમાં ધમાલ મચાવનાર કોહલી કોચીની વિકેટ પર પોતાના આત્મવિશ્વાસને પુનઃ મેળવવા માટે ઉતરશે. મિડલ ઓર્ડરમાં ધોની જોરદાર ફોર્મમાં છે અને યુવરાજ તથા રૈનાએ પણ સારી ઇનિંગ રમી છે. બોલિંગની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટો પડકાર અશ્વિન અને ઇશાંત શર્માનું ખરાબ ફોર્મ છે.

English summary
India won the toss and elected to bat in 2nd ODI between India v England at Kochi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X