કોલકતા ટેસ્ટઃ બીજા દિવસના અંતે કૂકની સદી, ઇંગેલન્ડ 216/1

કોલકતા, 6 ડિસેમ્બરઃ બીજા દિવસના અંતે ઇડન ગાર્ડનમાં ભારતે આપેલા 316 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડે એક વિકેટ ગુમાવીને 216 રન બનાવી લીધા છે. પ્રથમ ઇનિંગ માટે ઇંગલેન્ડ પર હજુ 100 રનની લીડ છે. આ પહેલા ભારતે 273 રનથી પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. જો કે, તે વધુ 43 રન જ જોડી શક્યું હતું અને 316 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતે આપેલા 316 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી. છેલ્લી બન્ને ટેસ્ટમાં ભારતીય બોલર્સના તાબે નહીં થનારા એલિસ્ટર કૂક ત્રીજી ટેસ્ટમાં પણ પોતાના અંદાજમાં બેટિંગ રમી સદી ફટકારી છે. તે 136 રન સાથે રમતમાં છે. તેનો સાથ ટ્રોટ આપી રહ્યો છે. ટ્રોટ 21 રન સાથે રમતમાં છે. કોમ્પટોન 57 રન પર ઓઝાની ઓવરમાં એલબી આઉટ થયો છે. ઓઝાએ ભારતને પહેલી સફળતાં અપાવી છે.

cook
કૂકની સદી, પાનેસરની ચાર વિકેટ

ઇડન ગાર્ડનમાં પાનેસરે ચાર વિકેટ ઝડપી ભારતીય બેટ્સમેનોને મોટો સ્કોર કરવા દીધો હતો. જેના કારણે ભારતની ટીમ 316 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાનેસરે ગંભીર, પૂજારા, ઝહીર અને ઇશાંતની વિકેટ મેળવી હતી. એલિસ્ટર કૂકની વાત કરીએ તો જ્યાં ભારતના બેટ્સમેન સદી લાંબી ઇંનિગ રમવામાં નિષ્ફળ નિવડ્યા હતા ત્યાં એલિસ્ટર કૂકે 136ની ઇનિંગ રમી છે. તેણે 19 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 136 રન બનાવ્યા છે.

ભારતની પ્રથમ ઇનિંગ

કોલકતાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 316 રન બનાવ્યા છે. જેમાં સચિને 76, ગંભીર 60 અને ધોનીએ 52 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી પાનેસર ચાર અને એન્ડરસને ત્રણ વિકેટ મેળવી છે જ્યારે ફિન અને સ્વાનના ફાળે એક-એક વિકેટ આવી છે.

ભારતની પ્રથમ ઇનિંગની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની પ્રથમ વિકેટ સેહવાગના રૂપમાં અને બીજી વિકેટ પૂજારાના રૂપમાં પડી હતી. સેહવાગ 23 રનના વ્યક્તિગત સ્કોર પર રન આઉટ થયો હતો. જ્યારે પૂજારા 16 રનના વ્યક્તિગત સ્કોર પર પાનેસરની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યાર બાદ ગંભીર 60 રન, કોહલી છ રન, યુવરાજ સિંહ 32 રન, સચિન 76 રન, અશ્વિન 21 રન, ઝહીર ખાન 6 રન, ઇશાંત શર્મા 0 રન અને ધોની 52 રન પર આઉટ થયો હતો.

પ્રથમ દિવસની રમતઃ ભારત 273/7

પ્રથમ દિવસના અંતે ભારતે સાત વિકેટ ગુમાવીને 273 રન બનાવ્યા હતા. સચિને 76 અને ગંભીરે 60 જ્યારે યુવરાજે 31 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને ત્રણ, પાનેસરે બે અને સ્વાને એક વિકેટ મેળવી હતી. જ્યારે સેહવાગ 23 રન, પૂજારા 16 રન, કોહલી છ રન નિષ્ફળ ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X