For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ ટેસ્ટઃ બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડ 178/2

By Super
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 24 નવેમ્બર:મુબંઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટનો બીજો દિવસ સમાપ્ત થઇ ગયો છે. ઇંગ્લેન્ડ તરફથી કૂક અને પીટરસન શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. બીજા દિવસે ભારતની પ્રથમ ઇનિંગ 327 રન પર સમાપ્ત થયા બાદ ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવામાં માટે ઉતરી હતી. તેણે બીજા દિવસના અંત સુધીમાં બે વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા છે. જેમાં કૂક 87 અને પીટરસન 67 રન સાથે રમતમાં છે. ભારત તરફથી એકમાત્ર ઓઝા સફળ બોલર સાબિત થયો છે. તેણે કોમ્પટેન અને ટ્રોટની વિકેટ ઝડપી ભારતને બે સફળતા અપાવી છે.

ભારતે પ્રથમ ઇનિંગમાં કરેલા 327 રનનો પીછો કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેટિંગ માટે ઉતરેલા કૂક અને કોમ્પટને ઇંગ્લેન્ડેને સારી શરૂઆત આપી હતી. બન્ને ભારતીય બોલર્સને પરેશાન કરી રહ્યાં હતા. ત્યાં જ ઓઝાએ પુનઃ પોતાની લયમાં આવતા કોમ્પટનને 29 રના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો હતો. જ્યારે ટ્રોટને સેટ થવાનો મોકો પણ ઓઝાએ આપ્યો નહોતો. હાલ કૂક 87અને પીટરસન 67 રન સાથે રમતમાં છે.

cook
ભારતનાં પ્રથમ ઇનિગમાં 327, પૂજારાના 135 રન

મુંબઇ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 327 રન બનાવ્યા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારા અને આર અશ્વિને શાનદાર ઇનિંગ રમી છે. ચેતેશ્વર પૂજારાએ મુંબઇ ખાતેની ટેસ્ટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખી ભારતની લાજ બચાવતા 135 રન બનાવ્યા છે. જ્યારે આર અશ્વિને તેને સારો એવો સહયોગ આપ્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડ તરફથી પાનેસરે પાંચ અને સ્વાને ચાર વિકેટ જ્યારે એન્ડરસને એક વિકેટ મેળવી હતી.

પહેલા દિવસના અંત સુધીમાં ભારતે છ વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની જોડી મેદાનમાં ઉતરી હતી. પ્રથમ ઓવરના બીજા બોલ પર જ આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને ગૌતમ ગંભીરને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. ગંભીરે 1 ચોગ્ગાની મદદથી 4 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકર 12 બોલમાં 8 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો હતો. વિરોટ કોહલી 19 રન બનાવી આઉટ થઈ ગયો છે. યુવરાજ સિંહ શુન્ય પર અને ધોની 29 રન પર આઉટ થયો હતો.

બીજા દિવસની ઇનિંગની શરૂઆત કરવા માટે ચેતેશ્વર પૂજારા અને આર અશ્વિન ઉતર્યા હતા. જો કે અશ્વિન 68 રન બનાવી પાનેસરનો શિકાર બન્યો હતો. જયારે હરભજન સિંહ 21 રન બનાવી સ્વાનનો શિકાર બન્યો હતો. એક છોડો સાચવી રહેલો પૂજારા સ્વાનની ઓવરમાં પાયરના હાથે 135 રન પર આઉટ થયો હતો, પૂજારા આઉટ થયાને થોડીકવારમાં જ ઝહીર ખાન 11 રન બનાવી આઉટ થતાં ભારતની પ્રથમ ઇનિંગ 327 રન પર સિમિત રહી ગઇ હતી.

English summary
India versus England second test, India did 321 run in first ining. pujara made 135 run. Panesar took five wicket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X