Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચેન્નાઇ ટેસ્ટ: ટીમ ઇન્ડિયાનો પ્રથમ ટેસ્ટમાં 8 વિકેટે વિજય

ચેન્નાઇ, 26 ફેબ્રુઆરી: ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમેચમાં 8 વિકેટે વિજય મેળવી લીધો છે. પ્રથમ ટેસ્ટમેચના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાની રમત ચાલુ રાખી પોતાની છેલ્લી વિકેટ પડતા સુધી 241 રન બનાવી રમતમાં 50 રનોની લીડ બનાવી લીધી હતી. ભારતીય ટીમ જીતવા માટે બીજી પારી રમવા મેદાને ઉતર્યું હતું. જોકે મુરલી વિજય 6 રન અને સહેવાગ 19 રન બનાવી પેવેલિયનભેગા થઇ ગયા હતા. જ્યારે સચિન તેંડુલકર 13 રન અને પુજારાએ 8 રન બનાવી અણનમ રહી ભારતને જીત અપાવી દીધી હતી.

મહેન્દ્રસિંહ ધોનીની શાનદાર બેવડી સદીની મદદે ભારત મજબૂત સ્થિતિમાં આવી શક્યુ હતું. જેના માટે ધોનીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ધોનીની કપ્તાનીમાં ભારતની ટેસ્ટમેચમાં આ 21મી જીત છે. જોકે મેચમાં આર અશ્વિને પણ પોતાની શાનદાર ફિરકીનું પ્રદર્શન કર્યું. અશ્વિને મેચમાં કૂલ 12 વિકેટ ઝડપી હતી.

dhoni
આ પહેલા ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં પ્રથમ ઝટકો શેન વોટ્સનના રૂપમાં લાગ્યો જે સસ્તામાં આઉટ થઇ ગયો. તેને આર અશ્વિને પોતાનો શિકાર બનાવ્યો. ત્યારબાદ એડ કોવેન પણ 32 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યા. ફિલિપ હ્યુઝ શૂન્યમાં જ પેવેલિયનભેગા થઇ ગયા. રવિન્દ્ર જાડેજાએ તેને આઉટ કર્યો. ડેવિડ વોર્નર પણ વધારે ટકી શક્યા નહીં અને 23 રન બનાવીને હરભજનનો શિકાર બન્યા. મેથ્યુ વેડને પણ હરભજને બોલ્ડ કરી દીધો. ત્યારબાદ પહેલી પારીમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાઇ કપ્તાન માઇકલ ક્લાર્કને પણ અશ્વિને 31 રન પર પેવેલિયનભેગો કરી દીધો. જ્યારે નવમી વિકેટ પીટર સીડલના રૂપમાં હરભજનસિંહે ઝડપી. બીજી પારીમાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ચોથા દિવસના અંતે 9 વિકેટના નુકસાને 232 રન બનાવી મેચમાં 40 રનોની લીડ કરી લીધી હતી.

આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ શાનદાર 224 રનની પારી ખેલીને ભારતને શાનદાર બઢત અપાવી દીધી હતી. બાદમાં ભારતીય પારી 572 પર સમેટાઇ અને 192 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે.

આ પહેલા ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ શ્રેણીમાં મળેલી હારને ભુલાવી ભારતીય ટીમે પોતાની ગુમાવેલી શાન પાછી મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. ચેન્નાઇના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાની સામે જારી પહેલી ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકર, કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની રમતમાં ફરી આત્મવિશ્વાસ ઝળક્યો જ્યારે પોતાના કેરિયરની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ રમી રહેલા બોલર ભુવનેશ્વરની બેટિંગમાં પણ ડિફેન્સીવ પ્લાનિંગ જોવા મળી.

સચિનના આઉટ થયા બાદ કોહલી અને બાદમાં ધોનીએ ભારતીય ટીમને સસ્તામાં પેવેલિયનભેગી કરવાની કાંગારુ ટીમની આકાંક્ષાઓ પર પાણી ફેરવી દીધું હતું. મેચના ત્રીજા દિવસે રવિવારે રમત પૂરી થવા સુધી ભારતીય ટીમે પોતાની પ્રથમ પારીમાં આઠ વિકેટના નુકસાન પર 515 રન બનાવી લઇ શાનદાર 135 રનની લીડ મેળવી હતી.

કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ એકવાવાર ફરી પોતાના હેલિકોપ્ટર શોટ થકી કાંગારુઓને ભીંસમાં લીધા હતા. ધોનીએ અણનમ 224 રન ફટકારી ટેસ્ટ મેચમાં પોતાની પ્રથમ બેવડી સદી બનાવી છે. ધોનીની આ છઠ્ઠી ટેસ્ટ મેચ છે. ધોનીએ પોતાની પારીમાં 22 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X