ભારતને વધુ એક ઝટકો, બોક્સિંગ સંઘ પણ સસ્પેન્ડ

ભારતીય મુક્કેબાજી સંઘની ચૂંટણી આ વર્ષે સપ્ટેમ્બરમાં થયા હતા. સસ્પેન્શનનો નિર્ણય આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વિટ્ઝર્લેન્ડમાં ગુરૂવારે યોજાયેલી એક બેઠકમાં લીધો હતો. ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ લદાયા બાદ હવે એઆઇબીએ એટલે કે ઇન્ટરનેશનલ એમેચ્યોર બોક્સિંગ એસોસિએશને અસ્થાઇ રીતે ઇન્ડિયન એમેચોર બોક્સિંગ ફેડરેશન પર પ્રતિબંધ લાદી દીધો છે. અભિષેક માતારિયા ઇન્ડિયન એમેચોર બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ છે અને તેઓ રાજસ્થાનથી વિધાયક છે. આ પહેલા તેના અધ્યક્ષ અભય ચૌટાલા હતા.
બોક્સર અખિલે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આપણે ભવિષ્યમાં શું કરવું જોઇએ એ વિચારવું પડશે. ભૂલો પર ધ્યાન આપીને તેને સુધારી લેનાવી જરૂર છે. બોક્સર વિજેન્દરસિંહે જણાવ્યું કે આ નિરાશાજનક છે, રમત માટે આ ખરાબ સમાચાર છે. આના કારણે ખેલાડીઓનું મનોબળ અને ઉત્સાહ ઓછો થાય છે.












Click it and Unblock the Notifications
