For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 વર્ષ પહેલા થયો કમાલ, ક્રિકેટમાં મચી ગઇ ધમાલ

|
Google Oneindia Gujarati News

30 વર્ષ પહેલા એટલે કે 25 જુન 1983ના રોજ ભારતે વિશ્વની સૌથી ખતરનાક ગણાતી ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને પોતાનો પહેલો વહેલો વિશ્વકપ જીત્યો હતો. આજે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ જીતેલા બીજા વિશ્વકપ, પહેલા ટી20 વિશ્વકપ અને વિશ્વ ચેમ્પિયન્સ ટ્રોફીની વાહવાહી ચારેકોર જોવા મળી રહી છે, પરંતુ વર્ષો પહેલા એટલે કે 30 વર્ષ પહેલા કપીલ દેવના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ એવું અદભૂત પ્રદર્શન કર્યું હતું કે, જે સમયે ભારતીય ટીમની ગણના એક એવરેજ ટીમ તરીકે થતી હતી તેણે અપસેટની હારમાળા રચીને વિશ્વકપ જીત્યો અને ક્રિકેટ વિશ્વમાં પોતાને એક અલગ દરરજો અપાવ્યો હતો.

વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી અને વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી એટલે 83ના વિશ્વકપની ફાઇનલ મેચ સુધી ભારતે ઉતાર ચઢાવ વચ્ચે પોતાનો જુસ્સો જાળવી રાખ્યો અને વિશ્વને દેખાડી દીધું કે ક્રિકેટના મેદાન પર ભારત અપસેટ સર્જી શકે છે. ત્યારે આજે આપણે જીતેલા પહેલા વિશ્વકપને 30 વર્ષ થઇ રહ્યાં છે ત્યારે અહીં એ વિશ્વકપમાં ભારત કેવી રીતે ફાઇનલ સુધી પહોંચ્યુ અને કેવી રીતે જીત્યું તે અંગે આછેરી ઝલક આપવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી ભારતના 83ના વિશ્વકપના પ્રવાસને જાણીએ.

પહેલી લીગ મેચ, વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલો વિજય

પહેલી લીગ મેચ, વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલો વિજય

83ના વિશ્વકપની ભારતે પહેલી લિગ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી. આ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રાફોર્ડ ખાતે જુન 9-10 વચ્ચે રમાઇ હતી. જેમાં ભારતે પહેલીવાર વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારતે 60 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા. જેમાં સંદિપ પાટિલે 36 અને યશપાલ શર્માએ 89 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ તરફથી માઇકલ હોલ્ડિંગ, માર્શલ અને ગોમ્સે બે-બે વિકેટ મેળવી હતી. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ 54.1 ઓવરમાં 228 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. વેસ્ટ ઇન્ડિઝ તરફથી એન્ડી રોબર્ટ્સે 37, ગાર્નરે 37 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી બિન્ની અને રવિ શાસ્ત્રીએ ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી. આ મેચમાં ભારતનો 34 રનથી વિજય થયો હતો. યશપાલ શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઝિમ્બાવ્વે સામે વિજય

ઝિમ્બાવ્વે સામે વિજય

11 જુનના રોજ લેઇસેસ્ટેર, ગ્રાસ રોડ ખાતે રમાયેલી મેચમાં ભારતે ઝિમ્બાવ્વે સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો. ઝિમ્બાવ્વેએ પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 156 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેમાં મદનલાલે ત્રણ અને રોજર બિન્નીએ 2 વિકેટ મેળવી હતી. ભારતે આ લક્ષ્યાંક 37.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી મોહિન્દર અમરનાથે 44 અને સંદીપ પાટિલે 50 રન બનાવ્યા હતા. જ્યારે ઝિમ્બવ્વે તરફથી પીટર રૌસનએ બે વિકેટ ઝડપી હતી. મદનલાલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય

નોટિંગહામના ટ્રેન્ટ બ્રીજમાં 13 જુનના રોજ રમાયેલી મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 60 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 320 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવર ચેપલે 110, કિમ હોઝે 52 અને ગ્રાહમ યાલોપે 66 રન ફટકાર્યા હતા, જ્યારે ભારત તરફથી કપીલ દેવે પાંચ અને મદનલાલે બે વિકેટ મેળવી હતી. જેના જવાબમાં ભારત 37.5 ઓવરમાં માત્ર 158 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારત તરફથી શ્રીકાંતે 39, કપીલ દેવે 40 રન ફટકાર્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ટોમ હોગને બે અને કેન માકલાયે છ વિકેટ લીધી હતી. ટ્રેવર ચેપલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતનો પરાજય

વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતનો પરાજય

લંડનના ઓવેલમાં 15 જુનના રોજ રમાયેલા વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમા ભારતો 66 રનથી પરાજય થયો હતો. આ મેચમાં વિવિયન રિચાર્ડ્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિગ કરતા 60 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. જેમાં હાયેન્સે 38, વિવિયન રિચાર્ડ્સે 119, લોઇડે 41 રન બનાવ્યા હતા, જ્યારે રોજ બિન્નીએ 3 વિકેટ લીધી હતી. જેના જવાબમાં ભારત 53.1 ઓવરમાં 216 રન બનાવ્યા હતા. ભારત તરફથી અમરનાથે 80, દિલિપ વેંગેસ્કરે 32, કપીલ દેવે 36 રન બનાવ્યા હતા. એન્ડી રોબેર્ટ્સ 2 અને માઇકલ હોલ્ડિંગે 3 વિકેટ મેળવી હતી.

ઝિમ્બાવ્વે સામે વિજય, કપીલના 175 રન

ઝિમ્બાવ્વે સામે વિજય, કપીલના 175 રન

ઝિમ્બાવ્વે સામે રમાયેલી મેચમાં કપીલ દેવે તેમની કારકિર્દીની શાનદાર ઇનિંગ રમી હતી. કપીલ દેવે આ મેચમા અણનમ 175 રન બનાવ્યા હતા અને આ શાનદાર ઇનિંગ બદલ તેમને મેન ઓફ ધ મેચ ધોષિત કરવામાં આવ્યા હતા. ભારતે પ્રથમ બેટિંગ કરતા 60 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા. જેમા કપીલ દેવે અણનમ 175 રન બનાવ્યા હતા. જ્યારે ઝિમ્બાવ્વે તરફથી રૌસન અને કુર્રન ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી. જેના જવાબમાં ઝિમ્બાવ્વે માત્ર 235 રન બનાવી શક્યું હતું. ઝિમ્બાવ્વે તરફથી રોબિન બ્રાઉનએ 35, કેવિન કુર્રને 73 રન બનાવ્યા હતા. ભારત તરફથી બિન્ની બે અને મદન લાલ ત્રણ વિકેટ મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા સામે 118 રનથી વિજય

ઓસ્ટ્રેલિયા સામે 118 રનથી વિજય

પરાજયનો બદલો લેતા ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદર પ્રદર્શન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયાને 118 રનથી પરાજય આપ્યો હતો. શાનદાર બોલિંગ બદલ બિન્નીને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતે પ્રથમ બેટિંગ કરતા 247 રન બનાવ્યા હતા. જેમાં યશપાલ શર્માએ 40, સંદીપ પાટીલે 30 રન બનાવ્યા હતા જ્યારે હોજે અને થોમ્સનને ત્રણ -ત્રણ વિકેટ મેળવી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા માત્ર 129 રનમાં ખખડી ગયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એલન બોર્ડરે 36 રન બનાવ્યા હતા. જ્યારે બલવિન્દર સિંહ સંધુએ 2, મદનલાલ અને બિન્નીએ 4-4 વિકેટ મેળવી હતી.

સેમીફાઇનલમાં વિજય

સેમીફાઇનલમાં વિજય

ઓલ્ડ ટ્રાફોર્ડ માન્સેસ્ટરમાં 22 જુને રમાયેલી ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલમાં ભારતે છ વિકેટે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરીને તમામને ચોંકાવી દીધા હતા. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા. જેમાં ગ્રેમ ફ્લાવરે 33, ક્રિસ તાવારે 32 રન બનાવ્યા હતા જ્યારે કપીલે 3, બિન્ની અને મોહિન્દર અમરનાથે 2-2 વિકેટ મેળવી હતી. જેના જવાબમાં ભારતે ચાર વિકેટ ગુમાવીને 217 રન બનાવી લીધા હતા. ભારત તફથી અમરનાથે 46, યશપાલ શર્માએ 61 અને સંદીપ પાટીલે 51 રન બનાવ્યા હતા.

વિશ્વને કરી દીધું ચકિત, ભારતનો ફાઇનલમાં વિજય

વિશ્વને કરી દીધું ચકિત, ભારતનો ફાઇનલમાં વિજય

ભારતીય બોલર્સ દ્વારા આત્મવિશ્વાસ અને જુસ્સા સાથેનું પ્રદર્શન કરીને વિશ્વ ફલક પર ક્રિકેટ ક્ષેત્રે ભારતનું નામ ચમકાવી દીધું હતું. લંડનના લોર્ડ્સ મેદાન પર 25મી જુને રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં ભારતે પહેલું બેટિંગ કરતા 54.4 ઓવરમા 183 રન બનાવ્યા હતા. જેમાં શ્રીકાંતે 38 રન બનાવ્યા હતા. જ્યારે રોબેર્ટ્સે ત્રણ, માર્શલ, હોલ્ડિંગ અને ગોમ્સે બે-બે વિકેટ મેળવી હતી. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ 140 રનમાં ખખડી ગયું હતું. વેસ્ટ ઇન્ડિઝ તરફથી રિચાર્ડ્સે 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી સંધુએ 2, મદનલાલે ત્રણ અને મોહિન્દર અમરનાથે ત્રણ વિકેટ મેળવી હતી. મોહિન્દર અમરનાથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

English summary
India won first world cup 30 years ago, the journey of 83s world cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X