કબડ્ડીમાં પાકિસ્તાનને હરાવી ભારત સતત ત્રીજીવાર વિશ્વ વિજેતા બન્યું

kabaddi
લુધિયાણા, 16 ડિસેમ્બર: ફરી એકવાર ભારત કબડ્ડીમાં વિશ્વ વિજેતા બની ગયું છે અને વિશ્વકપ ફલક પર તિરંગો ફરકાવ્યો છે. કબડ્ડીના મેદાનમાં શનિવારે પ્રથમ ફાઇનલ મેચમાં જ્યાં ભારતીય મહિલા ટીમે મલેશિયાને હરાવી સતત બીજી વાર ખિતાબ પોતાના નામે કર્યો છે, તો પુરૂષ વર્ગમાં ભારતે પાકિસ્તાનને 59-22 થી પછાડી કબડ્ડી વિશ્વકપને પોતાના નામે કરતાં હેટ્રીક બનાવી લીધી અને બે કરોડની ઇનામી રકમ પણ જીતી લીધી છે.

ગુરૂ નાનક સ્ટેડિયમમાં રમવામાં આવેલા ત્રીજી કબડ્ડી વલ્ડકપની ફાઇનલની શરૂઆત શનિવાર રાતે 9.22 થઇ હતી. ભારતીય કેપ્ટન સુખબિર સિંહ સરાવાએ પ્રથમ અંક સાથે વિજય અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારતે એક પછી એક 12 અંક પ્રાપ્ત કરી પાકિસ્તાનને ખાતુ ખોલાવવાના પણ ફાંફા પડાવી દિધા. પ્રથમ હાફ ટાઇમ સુધી ભારતે પાકિસ્તાનીઓને ધૂળ ચટાડતાં 33-9ની બઢત પ્રાપ્ત કરી લીધી.

ત્યારબાદ સેકન્ડ હાફ ટાઇમ બ્રેક પછી મેચ ફરીથી 10.3 પર શરૂ થઇ અને ભારતે બીજા શોર્ટ બ્રેક પહેલાં 47-15ની બઢત મેળવી લીધી હતી. ભારતીય ટીમે મેચ પુરી થાય તે પહેલાં 12 પોઇન્ટ મેળવી લીધા હતા જ્યારે પાકિસ્તાનની ટીમે ફક્ત 7 પોઇન્ટ મેળવ્યાં હતા. ભારતીય ટીમે પાકિસ્તાનને 59-22ના મોટા અંતરે હરાવી કબડ્ડી વર્લ્ડકપનો ખિતાબ મેળવી લીધો હતો. ફાઇનલ મેચ બાદ વિશ્વ વિજેતા ભારતને બે કરોડ, બીજુ સ્થાન મેળવનાર પાકિસ્તાને એક કરોડ, ત્રીજુ સ્થાન મેળવનાર કેનેડાની ટીમને 51 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું.

ભારતીય મહિલા કબડ્ડીમાં એકતરફી ફાઇનલમાં મલેશિયાને હરાવીને ભારતે કબડ્ડી વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો છે. ભારતની મહિલા ટીમે મલેશિયાની ટીમને 72-12થી પછાડી હતી. ભારતીય ટીમની રાઇડર પ્રિયંકા દેવી, પ્રિયંકા પિલાનિયા અને સુખવિંદર કૌરે ક્રમશ 13,8 અને 8 અંક મેળવ્યા હતા. સ્ટાપર જતિન્દ્રર કૌર અને અનુ રાણીએ ક્રમશ 10 અને 11 પોઇન્ટ મેળવ્યા હતા.

મલેશિયાની મનપ્રીત કૌરે ચાર અને રેખાએ 2 પોઇન્ટ મેળવ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે વિજેતા ટીમને 51 લાખ તથા ઉપ વિજેતા ટીમને 31 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ત્રીજા સ્થાને રહેલી ડેનમાર્કની મહિલા ટીમને 21 લાખ આપ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X