For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વાયુસેના નાવિક એમપી જાબિરે ટોકિયો ઓલિમ્પિક માટે કર્યુ ક્વોલિફાય

ભારતીય વાયુસેનાના એથલીટ એમપી જાબિરે 400 મીટર હર્ડલ રેસમાં ટોકિયો ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કર્યુ છે

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેનાના એથલીટ એમપી જાબિરે 400 મીટર હર્ડલ રેસમાં ટોકિયો ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કર્યુ છે જ્યાં તેમણે પટિયાલામાં હાલમાં સંપન્ન આંતર-રાજ્ય એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ જીતવા માટે 49.78 સેકન્ડનો સમય લીધો. જાબિરે વિશ્વ રેંકિંગ કોટાના માધ્યમથી ક્વૉલિફાઈ કર્યુ જેમાં 14 સ્પૉટ ઉપલબ્ધ છે. 25 વર્ષીય વાયુસેના નાવિક કેરળના મલપ્પુરમનો રહેવાસી છે. તે હાલમાં વિશ્વ એથલેટિક્સ રોડ ટુ ઓલિમ્પિક રેંકિંગમાં 34માં સ્થાને છે જેમાં 40 એથલીટ ક્વૉલીફાઈ કરે છે.

mp jabir

જ્યારે જાબિર ઓલિમ્પિકમાં ભાગ લેશે ત્યારે તે 400 મીટર હર્ડલ રેસમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય પુરુષ એથલીટ હશે. કેરળની મહાન એથલીટ પીટી ઉષાએ લૉસ એન્જેલિસ ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલ રેસમાં ભાગ લીધો હતો. હવે જાબિર ઓલિમ્પિકમાં આ સ્પર્ધામાં ભાગ લેનાર રાજ્યના બીજા ખેલાડી બન્યા છે. જાબિરે ભારતીય વાયુસેના અને સેવાઓનુ પ્રતિનિધિત્વ કરીને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એથલેટિક ચેમ્પિયનશીપમાં ભાગ લીધો છે અને ઘણા પુરસ્કાર મેળવ્યા છે.

ટોકિયો ઓલિમ્પિકની તૈયારીમાં એથલીટ અંતિમ તબક્કામાં છે. આંતર-રાજ્ય મીટ ટોકિયો ગેમ્સ માટે છેલ્લી ઓલિમ્પિક ક્વોલિફીકેશન ઈવેન્ટ હતી. કોવિડ-19 મહામારી દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધોના કારણે મુખ્ય ટુર્નામેન્ટોની અનુપસ્થિતિમાં જાબિરની છેલ્લી પ્રતિસ્પર્ધા દોડ 2019માં હતી. જો કે વાયુસેના પ્રશિક્ષણ ટીમના નિયમિત અભ્યાસ અને સમર્થન સાથે જાબિર કોઈ પણ ઈજાથી બચીને પોતાનુ પ્રશિક્ષણ અને ઓલિમ્પિકની તૈયારી ચાલુ રાખવામાં સક્ષમ રહ્યા હતા.

English summary
Indian naval sailor MP Jabir qualified for Tokyo Olympics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X