આજે ભારતીય ટીમની પસંદગી, સચિન પર નજર રહેશે

બીસીસીઆઇ સચિવ અને પસંદગી સમિતિના સંજય જગદાલે જણાવ્યું હતું કે પસંદગી સમિતિની મુંબઇમાં બેઠક યોજાશે જેમાં આગામી બે ટેસ્ટ મેચો માટે ટીમની પસંદગી કરવામાં આવશે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ડંકન ફ્લેચર પણ પસંદગી સમિતિમાં ભાગ લેશે. પરંતુ તેમને મત આપવાનો અધિકાર નથી. જો મહેન્દ્ર સિંહ ધોનીનું ચાલે તો તે આગામી બે મેચ માટે ટીમમાં વધુ ફેરફાર થઇ શકે છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ બીજી ટેસ્ટ મેચમાં દસ વિકેટે જોરદાર હાર મેળવ્યા બાદ કહ્યું હતું કે ટીમમાં મોટાપાયે ફેરફાર થવાની સંભાવના છે. અમારી સારા વિકલ્પ છે પરંતુ એક અથવા બે મેચ બાદ ખેલાડીઓને બદલી કે રોટેટ કરી ન શકાય. તમારે તેમને જરૂરી તક આપવી જોઇએ.
અમદાવાદમાં રમવામાં આવેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે નવ વિકેટે જીત મેળવી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઇગ્લેંડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ટેસ્ટ શ્રૃંખલા બાદ ટ્વેંટી-20 મેચ રમાવવાની છે. આ મેચોનું આયોજન પુણાના સુબ્રતો રોય સ્ટેડિયમમાં અને મુંબઇમાં થવાનું છે. મેચ ક્રમશ 20 અને 22 ડિસેમ્બરે રમાશે.












Click it and Unblock the Notifications
