World Wrestling Championship 2021 : પ્રિયા મલિકે જીત્યો વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ
World Wrestling Championship 2021 : મીરાબાઈ ચાનુએ એક દિવસ પહેલા ટોક્યોમાં ઇતિહાસ રચ્યો હતો. જે બાદ હંગેરીમાં યુવા રેસલર પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.
World Wrestling Championship 2021 : મીરાબાઈ ચાનુએ એક દિવસ પહેલા ટોક્યોમાં ઇતિહાસ રચ્યો હતો. જે બાદ હંગેરીમાં યુવા રેસલર પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.
પ્રિયાએ બેલારુસની રેસલરને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં ભારતે મોટી સફળતા મેળવી છે. હંગેરીમાં યોજાનારી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની મહિલા રેસલર પ્રિયા મલિકે મહિલા 75 કિલો વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રિયાએ બેલારુસની રેસલરને 5-0થી હરાવીને વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પ્રિયાએ વર્ષ 2019માં પૂણેમાં ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ, 2019માં દિલ્હીમાં 17મી સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને 2020માં પટનામાં નેશનલ કેડેટ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રિયા મલિકે વર્ષ 2020માં યોજાયેલી નેશનલ સ્કૂલ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
પ્રિયાને લોકોએ અભિનંદન પાઠવ્યા
મીરાબાઈ ચાનુંએ શનિવારના રોજ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં દેશ માટે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જે બાદ પ્રિયા મલિકની આ સફળતાથી દેશના ગૌરવમાં વધારો થયો છે. પ્રિયાની આ સફળતાને ટ્વિટર પર લોકોએ અભિનંદન પાઠવીને બિરદાવી છે. પ્રિયા મલિકએ ચૌધરી ભરતસિંહ મેમોરિયલ સ્પોર્ટ્સ સ્કૂલ નિડાનીની ખેલાડી છે.
હરિયાણાના રમતગમત પ્રધાન સંદિપ સિંહે પાઠવ્યા અભિનંદન
પ્રિયા મલિતની આ સિદ્ધિ બદલ હરિયાણાના રમતગમત પ્રધાન સંદીપ સિંહે તેને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે, હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશીપ 2021માં ગોલ્ડ મેડલ જીતવા બદલ હરિયાણાની દીકરી એવી મહિલા રેસલર પ્રિયા મલિકને અભિનંદન.
congratulations to the wrestler daughter Priya Malik of Haryana for winning the gold medal in the 73 kg category of the World Cadet Wrestling Championship in Budapest, Hungary. pic.twitter.com/cGVTvmfTUF
— Sandeep Singh (@flickersingh) July 25, 2021
તનુને પણ સફળતા મળી
ભારતની અન્ય યુવા રેસલર તનુ પણ વર્લ્ડ ચેમ્પિયન બની છે. તનુએ તેના મેચમાં એક પણ પોઇન્ટ ગુમાવ્યા વગર 43 કિલો વજનની કેટેગરીમાં આ ખિતાબ પોતાના નામે કર્યો છે. તેણે ફાઈનલમાં બેલારુસની વેલેરિયા મિકિસિચને હરાવી હતી. આ સાથે વર્ષાએ પણ 65 કિલો વજનની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.












Click it and Unblock the Notifications
