For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયાના અવનવા ટોટકાઓ, જુઓ તસવીરોમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: ક્રિકેટના મહાકુંભ વિશ્વકપની ઊલટી ગણતરી શરૂ થઈ ગય છે. ટીમ ઇન્ડિયા પણ પોતાને આ મહાકુંભ માટે તૈયાર કરી રહી છે. પરંતુ આપમાંથી ઘણા ઓછા લોકો એવું જાણતા હશે કે ટીમ ઇન્ડિયા માટે પસંદગી કરવામાં આવેલા ખિલાડીઓ પણ જીતવા માટે માત્ર મહેનત જ નહીં પરંતુ કેટલાંક ટોટકાઓમાં પણ વિશ્વાસ કરે છે. જોકે ખેલાડીઓના આ ટોટકાઓ માત્ર વિશ્વકપ પૂરતા જ નથી હોતા, પરંતુ ટીમ ઈન્ડિયાના ખિલાડીઓ પોતાની દરેક મહત્વપૂર્ણ મેચ માટે આ ટોટકાઓ અપનાવે છે.

જોકે વિશ્વકપ એક મોટી ઈવેન્ટ છે એટલા માટે ભારતીય ટીમના ખિલાડીઓના ટોટકા લોકોની સામે આવી ગયા છે. એમા કોઈ શંકા નથી કે ટીમ ઇન્ડિયા પર પોતાનો ખિતાબ બચાવવા માટે ખૂબ જ દબાણ છે. એટલા માટે ખિલાડીઓ દરેક સંભવ પ્રયાસો કરી રહ્યા છે. જેથી તેઓ દેશની 125 કરોડની જનતાને નિરાશ ના કરી શકે, કેમકે હાલની ઘણી બધી શ્રેણીઓમાં મળેલી નિષ્ફળતાના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.

આવો એક નજર કરીએ ખેલાડીઓના અવનવા ટોટકાઓ પર જેમાં તેઓ વિશ્વાસ કરે છે, અને જોઇએ કે તેમના આ ટોટકાઓ તેમને વિશ્વકપ જીતવામાં ફાયદારૂપ બની રહેશે કે નહીં.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

આ વખતના વિશ્વકપમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે દરેકને ઘણી બધી આશાઓ છે. વિરાટ માટે તેમનું લકી ચાર્મ તેમના હાથના મોજા છે. વિરાટ હંમેશા તે બેટિંગ ગ્લવ્સને પહેરવાનું પસંદ કરે છે જેને પહેરીને તેમણે સૌથી વધારે રન બનાવ્યા છે. જોકે તેઓ આ અંગે કોઇને પણ કોઇ વાતો ન્હોતા કરતા.

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

રહાણે માટે તેમના બૂટ જ તેમના લકી ચાર્મ છે, માટે વિશ્વકપ પહેલા તેમણે નવા પ્રકારના બૂટ ખરીદ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ટીમના સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અંગે તો સૌ કોઇ જાણે છે કે તેમના માટે 7 નંબર ખૂબ જ લકી છે. તેઓ ટીમ ઇન્ડિયામાં નંબર 7ની પોઝિશન પર રમવા માટે આવે છે, અને તેઓ નંબર 7ની જર્સી પહેરે છે. જોઇએ છીએ કે આ વખતે નંબર 7 તેમને ક્યાં લઇને જાય છે.

શિખર ધવન

શિખર ધવન

ટીમ ઇન્ડિયાના ગબ્બર સિંહ એટલે કે ધવન. જેમના માટે કહેવામાં આવે છે કે તેઓ મેચો દરમિયાન ક્લિનશેવ નથી કરતા. એટલે આપને જો તેઓ મેચ દરમિયાન લાંબી દાઢી અને મૂછમાં દેખાય તો નવાઇ નહીં.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

જોકે યુવરાજ સિંહની આ વખતની વિશ્વકપ ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. પરંતુ જો તેમની નસીબ કામ કરશે તો તેમને ટીમમાં સામેલ કરવામાં આવશે. યુવરાજ પણ 12 નંબરની જર્સી પહેરે છે, કારણ કે 12 ડિસેમ્બરના રોજ તેમનો બર્થડે હોય છે, અને તે જ તેમનો લકી ચાર્મ છે.

English summary
Cricket and superstitions go hand in hand. No matter how big a cricketer is, no matter many hours are spent at the nets, cricketers, now and then, have always had certain superstitions. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X