For Quick Alerts
For Daily Alerts
ક્રિકેટ પર વધુ એક કલંક, મેચફિક્સીંગમાં સપડાયા 6 અમ્પાયર
કોલંબો, 9 ઓક્ટોબર: ટી-ટ્વેન્ટી વર્લ્ડકપમાં અમ્પાયરો દ્વારા મેચ ફિક્સીંગનો ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસા બાદ આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કાઉન્સીલે તપાસના આદેશ આપી દીધા છે. જોકે આઇસીસીએ જણાવ્યું હતું કે જે અમ્પાયરો પર આરોપ લગાવવામાં આવ્યા છે તેમાંથી એકપણ અમ્પાયરે ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની અધિકારીક મેચોમાં અમ્પાયરીંગ કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવીએ એક સ્ટિંગ ઓપરેશન ‘ઓપરેશન વર્લ્ડકપ'માં આ ખુલાસો કર્યો હતો કે ટી-20 વર્લ્ડકપ મેચ દરમિયાન ઓછામાં ઓછા 6 અમ્પાયર એવા છે જે મેચ ફિક્સીંગ માટે તૈયાર હતા. સીધા શબ્દોમાં કહીએ તો આ અમ્પાયર્સ રૂપિયા લઇને મનફાવે તેમ નિર્ણય આપવા રાજી હતા.
આ સ્ટિંગ ઓપરેશનમાં જે અમ્પાયરોને દેખાડવામાં આવ્યા છે તેમાં શ્રીલંકા ગામીની દિસાનાયકે, મોરિસ વિસ્ટન અને સાગર ગલાગે, પાકિસ્તાનના નદીમ ગૌરી, અનીસ સિદ્દીકી અને બાંગ્લાદેશના નાદીર શાહનો સમાવેશ થાય છે.
ઇન્ડિયા ટીવીએ વધુ એક એમ્પાયરનો પણ સંપર્ક કર્યો હતો, જોકે તેણે આવા કામ માટે ના કહી દીધી હતી. સોમવારે જ્યારે આ સ્ટીંગ ઓપરેશન પ્રસારિત કરવામાં આવ્યું ત્યારે ક્રિકેટજગતમાં હડકંપ મચી ગઇ હતી. જોકે આ અંગે આઇસીસીએ તપાસના આદેશ આપી દીધા છે.