For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને મોટો ઝટકો, ઓલમ્પિકમાંથી કુશ્તિ બહાર!

|
Google Oneindia Gujarati News

wrestling
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરીઃ 2020માં થનારા ઓલમ્પિક ગેમ્સમાં કુશ્તિને બહાર કરી દેવામાં આવી છે. સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર પર વિશ્વાસ કરીએ તો આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટિની બેઠકમાં ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે કે, 2020માં ઓલમ્પિકમાં કુશ્તિને સામેલ કરવામાં નહીં આવે.

આ સમાચારથી ભારતીય ગેમ્સ અને ખેલાડીઓને એક મોટો ઝટકો પહોંચ્યો છે, કારણ કે છેલ્લા બે ઓલમ્પિકથી ભારત કુશ્તિમાં મોડલ જીતતું આવ્યું છે. આ વખતની આ સ્પર્ધામાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ કુશ્તિએ પોતાના નામે કર્યું હતું. ભારતના સુશિલ કુમાર છેલ્લા બે ઓલમ્પિકથી સતત કુશ્તિમાં મેડલ જીતતો આવી રહ્યો છે, પરંતુ ત્રીજી વખત મેડલ જીતવાનું તેનું સ્વપ્ન અધુરુ જ રહી જશે.

1952થી અત્યારસુધી ભારતે ઓલમ્પિકમાં કુશ્તિ સ્પર્ધામાં 4 મેડલ જીત્યા છે. સુશીલ કુમાર ઉપરાંત જી જાધવ અને યોગેશ્વર દત્ત ઓલમ્પિકમાં મેડલ વિજેતા રહ્યાં છે. 2020માં ઓલમ્પિક માટે તમામ યુવા ખેલાડીઓ તૈયાર કરવામાં આવી રહ્યાં હતા, પરંતુ આ વચ્ચે આ માઠા સમાચાર સામે આવ્યા છે.

English summary
IOC leaders have dropped wrestling from the 2020 Games in a surprise decision to scrap one of the oldest sports on the Olympic program.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X