For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IOCનો કડક નિર્ણય, ભારત રહેશે ઓલિમ્પિકમાંથી Out!

|
Google Oneindia Gujarati News

ioc
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)એ ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ની સામે સખત પગલું ભરતા તેનો વિનંતીનો અસ્વીકાર કરી દીધો છે અને આઇઓએ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને જારી રાખ્યો છે. આઇઓએએ આઇઓસી દ્વારા આરોપીત અધિકારીઓના કાર્યકાળને જારી રાખવા અને કાર્યકાળ સંચાલનમાં ભાગ લેવાની પરવાનગી આપવાનો અનુરોધ કર્યો હતો, જેને આઇઓસીએ રદિયો આપી દીધો.

એટલું જ નહીં આઇઓસીએ જણાવ્યું છે કે આઇઓએ જ્યાં સુધી આઇઓસીના સૂચનોનો સ્વીકાર ના કરી લે ત્યાં સુધી તેના પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવાશે નહીં. આઇઓસીના આ નિર્ણય બાદ દેશભરમાં આને લઇને ખૂબ હોબાળો મચેલો છે. રમતમંત્રીએ જણાવ્યું કે 'આઇઓસીને કેટલાંક નિશ્ચિત જોગવાઇઓ પર આપત્તિ છે. મુખ્ય મુદ્દો નૈતિકતા અને સારા પ્રશાસનનો છે. માટે મને આશા છે કે સારી સમજ પ્રદર્શિત કરવામાં આવશે અને આઇઓએ, આઇઓસીના બધા જ સૂચનોનો સ્વીકાર કરી લેશે.'

જિતેન્દ્ર સિંહએ જણાવ્યું કે 'મને નથી લાગતું કે આ સંશોધનોનો સ્વીકાર કરવામાં કોઇ પણ પ્રકારની પરેશાની છે, કારણ કે આ ઓલિમ્પિક જાહેરાતપત્રનો જ એક ભાગ છે. આઇઓસી કોઇ નવી વાત નથી કહી રહ્યું.'

અત્રે ઉલ્લેખનીય છે કે આઇઓસીએ 4 ડિસેમ્બર 2012ના રોજ આઇઓએની ચૂંટણીમાં સરકારી દખલ અને ભ્રષ્ટાચારના આરોપીઓ હોવા છતાં ચૂંટણી લડવાના કારણે આઇઓએ પર પાબંદી લગાવી દેવામાં આવી હતી.

બીજા જ દિવસે આઇઓએ ચૂંટણી કરાવી, જેમાં 2010 કોમનવેલ્થ ગેમ્સ મામલામાં ભ્રષ્ટાચારના આરોપી લલિત ભનોટને મહાસચિવ ચૂંટવામાં આવ્યા હતા. આઇઓસીએ ચૂંટણીને રદબાત્તલ જાહેર કરી દીધી. પ્રતિબંધના પગલે ભારતીય ખેલાડીઓના ઓલિમ્પિકમાં ભાગ લેવાનો રસ્તો બંધ થઇ ગયો.

English summary
India's wait to get back to Olympic fold will be delayed further after the International Olympic Committee stuck to its stand on the chargesheet clause, clearly stating that the IOA has to adopt the above mentioned clause in order to ensure good governance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X