IPL 2021: CSK એ KKRને હરાવીને મુંબઈનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો!

નવી દિલ્હી: ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શાનદાર મેચ જોવા મળી હતી. આઈપીએલ 2021 ની 38 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા.

નવી દિલ્હી: ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શાનદાર મેચ જોવા મળી હતી. આઈપીએલ 2021 ની 38 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા, જે બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવીને જીત હાંસલ કરી હતી.

CSK

આ મેચ રસાકસી ભરી રહી પરંતુ KKR એ રણનીતિક ભૂલના કારણે રવિન્દ્ર જાડેજાને જીતવા મોકળુ મેદાન આપ્યુ. જાડેજાએ પ્રખ્યાત કૃષ્ણાની 19 મી ઓવરમાં 22 રન ફટકાર્યા, જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગા સામેલ હતા. જોકે તેને છેલ્લી ઓવરમાં સુનીલ નારાયણે આઉટ કર્યો હતો, ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લા બોલ પર જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી અને દીપક ચાહરે સિંગલ રન લઈ મેચ જીતી લીધી હતી.

આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઈ છે. CSK ના 10 મેચમાંથી 8 પોઇન્ટ સાથે 16 પોઇન્ટ છે અને તેની નેટ રન રેટ દિલ્હી કેપિટલ્સ કરતા સારી છે, જેના કારણે તે નંબર વન પોઝિશન પર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા બોલમાં જીતવા મુદ્દે મુંબઈ ઈન્ડિયન્સને પછાડી દીધી છે. લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા બોલે 6 વખત જીતી છે અને હવે ચેન્નઈ સુપર કિંગ્સે 7 મી વખત આવું કર્યું છે.

આઈપીએલમાં 170 પ્લસ રનના લક્ષ્યને ચેજ કરવાની વાત આવે તો CSK નો કોઈ જવાબ નથી.1 આવા લક્ષ્યો CSK ની જીતની ટકાવારી 55% છે. આમાં બીજા નંબરે મુંબઈ ઇન્ડિયન્સ છે, જેણે આ સ્થિતિમાં 47% મેચ જીતી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે પણ છેલ્લા બોલે છઠ્ઠી વખત મેચ ગુમાવી હતી, જે કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે લક્ષ્યનો પીછો કરતા 5 વખત અંતિમ બોલે મેચ ગુમાવી હતી.

આ મેચમાં વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી. તેની સફળતા જોઈને ઈઓન મોર્ગને બોલ સુનીલ નારાયણના હાથમાં સોંપવો જોઈતો હતો પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહ્યો અને પ્રખ્યાત કૃષ્ણાને 19 મી ઓવર આપી. આ પહેલા વરુણ ચક્રવર્તીએ મહેન્દ્ર સિંહ ધોનીને બોલ્ડ કરીને કેકેઆરને મેચમાં પરત લાવ્યો હતો. ધોની આઈપીએલમાં ત્રીજી વખત વરુણ ચક્રવર્તીની સામે આઉટ થયો છે અને તેણે માત્ર 12 બોલ જ બોલરનો સામનો કર્યો છે. ધોની ચક્રવર્તી સામે માત્ર 10 રન બનાવી શક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X