IPL 2021 : આ છે સૌથી વધુ ચોગ્ગા ફટકારનારા 5 બેટ્સમેન!
IPL 2021 ની ફાઇનલનો રોમાંચ શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ સામે જોવા મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા CSK એ ટોસ જીતીને 192 રન બનાવ્યા. જવાબમાં KKR માત્ર 165 રન જ બનાવી શક્યું.
નવી દિલ્હી : IPL 2021 ની ફાઇનલનો રોમાંચ શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ સામે જોવા મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા CSK એ ટોસ જીતીને 192 રન બનાવ્યા. જવાબમાં KKR માત્ર 165 રન જ બનાવી શક્યું. CSK એ ચોથી વખત IPL ની ટ્રોફી પણ જીતી. આ જીતમાં CSK બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસની મહત્વની ભુમિકા હતી. તેને મેન ઓફ ધ મેચ પણ મળ્યો હતો. આ ઉપરાંત આઈપીએલની આ સિઝનમાં ખેલાડીઓની બેટિંગથી રનનો વરસાદ જોવા મળ્યો છે. આ લેખમાં આપણે એવા 5 ખેલાડીઓ વિશે જાણીશું જેમણે IPL 2021 માં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.

ઋતુરાજ ગાયકવાડ
ચેન્નઈ સુપર કિંગ્સના યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઓરેન્જ કેપ સાથે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 16 મેચમાં 43.35 ની સરેરાશથી 635 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 64 ચોગ્ગા ફટકાર્યા હતા.

શિખર ધવન
દિલ્હી કેપિટલ્સનો ઓપનર શિખર ધવન આઈપીએલમાં આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવામાં ત્રીજા સ્થાને છે. તેણે 16 મેચમાં 39.13 ની સરેરાશથી 587 રન બનાવ્યા છે. તેણે 63 ચોગ્ગા ફટકાર્યા હતા.

ફાફ ડુ પ્લેસિસ
ચેન્નઈ સુપર કિંગ્સનો ઓપનર ફાફ ડુ પ્લેસીસ ત્રીજા નંબરે છે. તે આઈપીએલ 2021 માં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. તેણે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને સારી શરૂઆત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને આ સિઝનમાં 16 મેચમાં 45.21 ની સરેરાશથી 633 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 60 ચોગ્ગા ફટકાર્યા હતા.

પૃથ્વી શો
દિલ્હી કેપિટલ્સના યુવા વિસ્ફોટક ઓપનર પૃથ્વી શોએ પણ તેના બેટથી ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 15 મેચમાં 31.93 ની સરેરાશથી 479 રન બનાવ્યા હતા અને 56 ચોગ્ગા ફટકાર્યા હતા.

શુભમન ગિલ
કોલકાતા નાઈટ રાઈડર્સના યુવા બેટ્સમેન શુભમન ગિલ પણ ચોગ્ગા ફટકારનારા ટોપ-5 બેટ્સમેનોમાં સામેલ છે. તેણે આ સિઝનમાં 17 મેચમાં 28.11 ની સરેરાશથી 478 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 50 ચોગ્ગા ફટકાર્યા હતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
