IPL 2021: SRH માં કેદાર જાધવની પસંદગી પર આ બોલરે સવાલ ઉઠાવ્યા!
કેદાર જાધવ એ વ્યક્તિ નથી કે જેને તમે ટીમમાં જોઈને હંમેશા ખુશ થાવ. તે ભારત માટે રમતો હતો ત્યારે પણ તે ઘણા લોકોની આંખમાં તે ચુભતો હતો. હવે આઇપીએલમાં પણ એ જ થઈ રહ્યું છે.
નવી દિલ્હી: કેદાર જાધવ એ વ્યક્તિ નથી કે જેને તમે ટીમમાં જોઈને હંમેશા ખુશ થાવ. તે ભારત માટે રમતો હતો ત્યારે પણ તે ઘણા લોકોની આંખમાં તે ચુભતો હતો. હવે આઇપીએલમાં પણ એ જ થઈ રહ્યું છે. જાધવ જેવા ખેલાડીઓ ઘણી ટીમોમાં છે, જેને ખાસ પસંદ કરાતા નથી. એક સમયે લોકો વેંકટપતિ રાજુને જોયા પછી કહેતા હતા કે, આ ખેલાડી ટીમમાં કેમ છે? કેટલીક વખત ટીમમાં એવા પણ ખેલાડીઓ હોય છે, જેમની ક્ષમતાઓ પર હંમેશા શંકા હોય છે. જાધવ ન તો બોલર છે અને ન તો બેટ્સમેન, તે માત્ર એક જુગાડ પ્રકારનો ક્રિકેટર છે, જે ચાલશે તો તે ટીમ માટે થોડુંક કરશે, નહીંતર લોકો કહેશે કે આ માણસ ટીમમાં શું કરી રહ્યો છે?

તે સારું છે કે ભારતીય ક્રિકેટના સંચાલકોએ જાધવની ભારતીય ટીમમાં ઘણી તક આપી. જાધવને પોતાની જાતને સાબિત કરવા માટે એટલી તક આપવામાં આવી હતી કે જાણે બીસીસીઆઈ જાધવનું ઋણી હોય અને તરફેણ કરવા માંગતું હોય. જો કે તેમ છત્તા જાધવ ક્ષમતા સાબિક કરી શક્યો નથી. તેને મળેલા મોકામાં હવામાં બેટ ફેરવવા સિવાય કંઈ કર્યુ નથી અને બોલિંગ પણ કંઈ ખાસ નથી રહી. હવે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શોન પોલોકે 2021 ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખરાબ પ્રદર્શન છતાં સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનમાં કેદાર જાધવની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ છોડ્યા બાદ જાધવ ઓરેન્જ આર્મી માટે પણ કામ કરી શક્યો ન હતો. વર્તમાન આઈપીએલમાં જમણા હાથના બેટ્સમેન જાધવે 13.75 ની સરેરાશથી માત્ર 55 રન બનાવ્યા છે. તેને શનિવારે પંજાબ સામે SRH ની અગાઉના મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા. પોલોકે સ્વીકાર્યું કે SRH ના બેટ્સમેનો આરામદાયક વાતાવરણમાં રમી રહ્યા છે, જ્યાં તેમને સારો પગાર મળે છે અને પ્રદર્શન કરવા માટે કોઈ દબાણ નથી. જો કે, પોલોકે એમ પણ કહ્યું કે, ખેલાડીઓએ તેમના આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથે તેમના કાર્યકાળમાં અમુક સમયે સારું પ્રદર્શન કરવાની જરૂર હોય છે.
પોલોકે કહ્યું કે, અમે ખરેખર હજુ પણ પૂછી રહ્યા છીએ, ટીમમાં તેની સતત પસંદગીને યોગ્ય ઠેરવવા માટે તેને ક્યારે સારૂ પ્રદર્શન કર્યુ છે? એક વ્યક્તિ પસંદ કરવી અઘરી છે, પરંતુ આઠ મેચમાં ચોક્કસપણે આપણે જે જોયું છે તેના કરતા વધારે કરવાની જરૂર છે. પોલોકે વધુમાં કહ્યું કે, ખેલાડીઓ ખરેખર પ્રદર્શન કરવા પ્રદર્શનમાં મદદ કરવા શું કરી રહ્યા છે? તમારી પાસે હળવું વાતાવરણ છે અને તમને જરૂરી બધું આપે છે. તેમને સારા પૈસા આપવામાં આવે છે.
25 સપ્ટેમ્બરે સનરાઇઝર્સે આઈપીએલ 2021 માં પંજાબ કિંગ્સ સામે આઠમી મેચ પાંચ રને ગુમાવી હતી. 126 રનના સાધારણ લક્ષ્યનો પીછો કરવામાં પણ સનરાઇઝર્સે પહેલેથી જ વિકેટ ગુમાવી દીધી હતી અને બેકફૂટ પર ધકેલાઇ ગઈ હતી. ઓરેન્જ આર્મી પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે અને તે સોમવારે દુબઈમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
