IPL 2023 : આ અનકેપ્ડ ખેલાડીઓએ સિક્સનો વરસાદ કર્યો, હવે ભારતીય ટીમ માટે દાવેદાર
આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં છે. આ આઈપીએલમાં ઘણા એવા ખેલાડીઓ છે જે ઈન્ટરનેશનલ ખેલાડીઓની સરખામણીમાં રનનો વરસાદ કરી રહ્યા છે. આ ખેલાડીઓ હવે તેની ધમાકેદાર પ્રદર્શનને કારણે ઈન્ટરનેશનલ ટીમમાં દાવેદાર બનીને સામે આવ્યા છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમતા ખેલાડીઓ કરતાં અનકેપ્ડ ખેલાડીઓ વધારે છવાયેલા રહ્યા છે. આ ખેલાડીઓને મોકો મળતા જ ધમાલ કરતા જોવા મળ્યા છે. આ ખેલાડીઓ તેમના પ્રદર્શનના આધારે જમાવટ કરી રહ્યા છે અને હવે ટીમમાં દાવેદારી મજબુત કરી રહ્યા છે.

આ સિઝનમાં ત્રણ અનકેપ્ડ ખેલાડીઓએ ભારતીય ટીમમાં એન્ટ્રી માટે પોતાની દાવેદારી મજબુત કરી છે. આગળ જતા આ ખેલાડીઓ ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે.
આ લિસ્ટમાં સૌથી ઉપર યશસ્વી જયસ્વાલ છે.તેને પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં જયસ્વાલ ટોપ ત્રણમાં છે. 13 મેચમાં તેના બેટથી કુલ 575 રન નોંધાયા છે અને એક સદી પણ ફટકારી છે. આ સિવાય તે ચાર અડધી સદી ફટકારવામાં પણ સફળ રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે પોતાનો દાવો મજબુત કર્યો છે.
KKRના ટ્રબલશૂટર અને ફિનિશર રિંકુ સિંહ પણ આ લિસ્ટમાં છે. ણે KKR માટે ઘણી વખત મેચ વિનિંગ બેટિંગ કરી છે. તેને આ સિઝનમાં 13 મેચમાં 407 રન બનાવ્યા છે. રિંકુએ 3 અડધી સદી ફટકારી છે. અંતિમ ઓવરોમાં બેટિંગમાં તે સ્ટાર બનીને ઉભર્યો છે. ગુજરાત સામે 5 સિક્સર ફચકાર્યા બાદ હવે તેની દાવેદારી મજબુત થઈ રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા તિલક વર્માએ પણ બેટથી ધમાલ કરી છે. તિલક વર્માએ આ સિઝનમાં 9 મેચમાં 274 રન બનાવ્યા છે. તેની બેટિંગ સ્ટાઈલ અને રન બનાવવાની ટેકનિક તેને ટીમ ઈન્ડિયામાં લાવી શકે છે.












Click it and Unblock the Notifications
